ગુજરાત

gujarat

ETV Bharat / state

કાલાવડના બાંગા ગામમાં અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત - ગુજરાત બોર્ડર

જામનગરના કાલાવડના બાંગા ગામમાં પિતાના અંતિમ સંસ્કાર કરી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે.

ગુજરાતી સમાચાર
etv bharat

By

Published : Sep 19, 2020, 11:04 PM IST

જામનગર: તાલુકાના બાંગા ગામના રાબડીયા પરિવારના વતની UP મથુરાથી પરત બાંગા ગામ તરફમાં આવતી વખતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. રાબડીયા પરિવાર 3 દિવસ પહેલા મૃતક મેહુલના પિતાનું મથુરા ખાતે અવસાન થયું હતું. કોરોનાને લીધે મૃતદેહ વતન લાવવો મુશ્કેલ હતો. જેથી મથુરા ખાતે તેના અંતિમ સંસ્કાર કરી વતન તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં મૃતકમાં માતા, પુત્ર અને કુટુંબી કાકાનો સમાવેશ થાય છે.

ગત મોડી રાતે ગુજરાત બોર્ડર પાસે અમીર ગઢ પાસે ડ્રાઇવરે કાર પરથી કાબુ ગુમાવતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્રણેયના મૃતદેહ વતન બાંગા ખાતે લાવવામાં આવ્યા હતા. બાંગા ગામમાં એક સાથે ત્રણ વ્યક્તિના મોત થતાં શોકની લાગણી પ્રસરી છે. પિતાના અંતિમ સંસ્કાર કરી માતા અને કાકા સાથે પરત ફરતા દીકરાનું પણ અકસ્માતમાં મોત થયું છે.

ABOUT THE AUTHOR

...view details