જામનગર : દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર આગળ વધી રહ્યો છે. સરકાર દ્વારા કોરોનાનો વાઈરસ ચેપ વધુ ન ફેલાય તેના માટે 21 દિવસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે.
જામનગરની જી.જી હોસ્પિટલમાં 13 સેમ્પલમાંથી 3 રિપોર્ટ આવ્યા પોઝિટિવ - Jamnagar News
જામનગરની જી.જી.હોસ્પિટલમાં 13 સેમ્પલમાંથી ત્રણ કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેના પગલે આરોગ્ય તંત્રની ઊંઘ હરામ થઈ હતી.
![જામનગરની જી.જી હોસ્પિટલમાં 13 સેમ્પલમાંથી 3 રિપોર્ટ આવ્યા પોઝિટિવ જી.જી હોસ્પિટલમાં 13 સેમ્પલમાંથી 3 રિપોર્ટ આવ્યા પોઝિટિવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6588270-856-6588270-1585499609750.jpg)
જી.જી હોસ્પિટલમાં 13 સેમ્પલમાંથી 3 રિપોર્ટ આવ્યા પોઝિટિવ
આ તકે કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકો જનજાગૃતિમાં બેદરકાર બની રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટના ત્રણ વ્યક્તિના કોરોના રિપોર્ટ જામનગર જી.જી હોસ્પિટલમાંથી આવતા સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો છે.