ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર કિરીટ જોશી હત્યા કેસના 3 આરોપી ઝડપાયા - Kirit Joshi murder case

જામનગરના નામાંકિત વકીલ કિરીટ જોશીની વર્ષ 2018માં હત્યા નીપજાવવાનો કેસ ભારે ચર્ચામાં હતો અને આ હત્યા જયેશ પટેલે સોપારી આપી કરાવી હોવાનું બહાર આવ્યું હતું, જે બાદ જામનગર પોલીસ આ અંગે તપાસ કરી રહી હતી. જે તપાસમાં જામનગર પોલીસને મોટી સફળતા મળી છે.

By

Published : Mar 17, 2021, 3:59 PM IST

Updated : Mar 17, 2021, 5:28 PM IST

  • કિરીટ જોશીની હત્યા કેસ
  • કિરીટ જોશીની હત્યા જયેશ પટેલે સોપારી આપી કરાવી હોવાનું બહાર આવ્યું
  • કિરીટ જોશીની હત્યા કેસમાં જામનગર પોલીસને મળી સફળતા

જામનગરઃ શહેરના નામાંકિત વકીલ કિરીટ જોશીની વર્ષ 2018માં તેની ટાઉનહોલ જ્યોત ટાવરમાં આવેલી ઓફિસ નીચે જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી જે કેસ ભારે ચર્ચામાં હતો અને આ હત્યા જયેશ પટેલે સોપારી આપી કરાવી હોવાનું બહાર આવ્યું હતું, જે બાદ જામનગર પોલીસ આ અંગે તપાસ કરી રહી હતી. જે તપાસમાં જામનગર પોલીસને મોટી સફળતા મળી છે.

કિરીટ જોશી હત્યા કેસના ત્રણ આરોપીઓ ઝડપાયા

જામનગર પોલીસવડા દીપન ભદ્રએ આ વાતને સમર્થન આપતા જણાવ્યું કે, વકીલ કિરીટ જોશી હત્યા કેસના ત્રણ આરોપીઓને જામનગર LCBએ કલકત્તાથી ઝડપી પાડ્યા છે. તેને ટૂંકસમયમાં જામનગર ખાતે લાવવામાં આવશે. આ કેસમાં વોન્ટેડ દિલીપ ઠક્કર, હાર્દિક ઠક્કર જયંત ગઢવીને જામનગર પોલીસે કલકત્તાથી ઝડપી પાડ્યા છે. જો કે જયેશ પટેલના ઝડપાઇ જવા અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી અને હાલ જયેશ પટેલની ધરપકડ અંગે કોઇ સતાવાર સમર્થન આપ્યું નથી.

આરોપીઓને પકડવા પોલીસે વેશ પલટો કર્યો

ત્રણેય આરોપીઓ કલકત્તામાં હોવાનું જાણવા મળતા જામનગર LCB પીએસઆઈ આર.બી.ગોજીયા, PSI એ.એસ. ગરચર સહિતની ટીમે આરોપીને ઝડપી પાડવા માટે વેશપલટો કર્યો હતો.

Last Updated : Mar 17, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details