ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય સંગીતથી પ્રભાવિત થઈ બે અમેરિકન યુવાનો જામનગર પહોંચ્યા

જામનગર : દેશની યુવા પેઢી આજે વેસ્ટર્ન મ્યુઝિક અને ગીતો પાછળ ઘેલી બની છે. ત્યારે સાઉથ અમેરિકાના બે સંગીતકાર ભારતીય સંગીતથી પ્રભાવિત થઈ દેશ છોડી જામનગરમાં સંગીત શીખવા પહોંચ્યા છે.

ઇન્ડો-વેસ્ટર્ન સંગીતની જુગલબંધી એક મંચ પર જોવા મળી

By

Published : Jul 1, 2019, 6:17 PM IST

પંડિત હરિપ્રસાદ ચોરસિયા પાસે તાલીમ મેળવેલા બંને યુવા કલાકારો જામનગરમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. જામનગરની મોટી હવેલીમાં વાંસળી વાદનથી બંને સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.આ બંને સંગીતકારો ભારતીય સંગીતનો દુનિયાભરમાં પ્રચાર અને પ્રચાર કરશે. હિન્દુસ્તાન થી હજારો કિલોમીટર દૂર સાઉથ અમેરિકાના બે યુવાનો થોમસ અને એડમંડ ભારતીય સંગીતની સુરાવલીઓથી આકર્ષાઈને ભારત આવ્યા છે. તેમની આ કલા મોટી હવેલીમાં રજૂ કરી હતી.

ઇન્ડો-વેસ્ટર્ન સંગીતની જુગલબંધી એક મંચ પર જોવા મળી

સાઉથ અમેરિકાના જે પ્રદેશમાં રહેતા થોમસન એ ટાપુ પર રહેતા તેમના મિત્ર મન સંગીત પર ડોક્યુમેન્ટરી બનાવે છે. તેઓ વિશ્વના અનેક દેશોની સફરે નીકળ્યા છે. તુર્કી, ઈરાન, બલ્ગેરિયા ,નેપાળ ,આર્મેનિયા વગેરે દેશોમાં નીકળેલા બે સંગીત પ્રેમીઓ તેઓની સફરની શરૂઆત ભારતથી કરી છે. બંને સંગીત પ્રેમી છેલ્લા પાંચ મહિનાથી પંડિત હરિપ્રસાદ ચોરસિયા પાસે સંગીતની તાલીમ મેળવી રહ્યા છે.

જામનગરમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ઇન્ડો-વેસ્ટર્નની જુગલબંધી એક મંચ પર જોવા મળી હતી. જામનગરની સંગીત કલા પ્રેમી જનતાએ કાર્યક્રમને માણ્યો હતો.શ્રી કૃષ્ણની વાંસળી વાદનની પૌરાણિક કથાઓ અને ભારતીય સુખી લોકસંગીત વિદેશી કલાકારો નગરના મહેમાન બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details