જામનગરઃ શહેરમાં ખોડીયાર કોલોની તેમજ અન્ય વિસ્તારમાં શાકભાજીની જે માર્કેટ ભરાઈ હતી, ત્યાં એસ્ટેટ શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરમાં મંગળવારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં મોટાભાગના લોકો સંક્રમણના કેસ હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે શહેરમાં ભીડ એકઠી ન થાય તે માટે તંત્ર દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જામનગરમાં લોકોની વધતી ભીડને અટકાવવા એસ્ટેટ શાખા દ્વારા 28 રેકડી જપ્ત - estate branch of Jamnagar
જામનગરમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ દ્વારા લોકોની ભીડ એકઠી ન થાય તે માટે શાકભાજી માર્કેટમાં 28 જેટલી રેકડીઓ જપ્ત કરવામાં આવી છે.
![જામનગરમાં લોકોની વધતી ભીડને અટકાવવા એસ્ટેટ શાખા દ્વારા 28 રેકડી જપ્ત જામનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8123902-thumbnail-3x2-jam.jpg)
જામનગર
જામનગરમાં લોકોની વધતી ભીડને અટકાવવા એસ્ટેટ શાખા દ્વારા 28 રેકડી જપ્ત
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં મંગળવારે 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના કારણે વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તો મહાનગરપાલિકા દ્વારા પણ સતત લોકોમાં ન આવે, તેમજ ભીડ એકઠી ન થાય અને લોકલ સંક્રમણ વધતું અટકે તે માટેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. છતાં પણ લોકો શાકભાજી માર્કેટમાં ભીડમાં એકઠા થતાં હોવાનું બહાર આવતા આજરોજ એસ્ટેટ શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.