જામનગર: જિલ્લા સહિત શહેરમાં કોરોના કેસની વધતી સંખ્યાને કાબૂમાં લેવા સતત ટેસ્ટીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે GG હોસ્પિટલની લેબમાં 88 સેમ્પલો પરીક્ષણ માટે લેવાયા હતા. આ સેમ્પલો પૈકી 63 સેમ્પલોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
જામનગરમાં કોરોનાના 28 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું - jamnagar corona update
જામનગર GG હોસ્પિટલની લેબમાં લેવાયેલા 88 સેમ્પલો પૈકી 63 સેમ્પલોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે બાકી રહેલા 25 સેમ્પલના રિપોર્ટનું પરીક્ષણ કરતા બે વ્યક્તિના કેસ પોઝિટિવ આવ્યા છે. જેથી તંત્ર હરકતમાં આવ્યું છે.
![જામનગરમાં કોરોનાના 28 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું જામનગરમાં કોરોના કેસની કુલ સંખ્યા 28 થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7149578-345-7149578-1589179434321.jpg)
જામનગરમાં કોરોના કેસની કુલ સંખ્યા 28 થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
જો કે બાકી રહેલા 25 સેમ્પલના રિપોર્ટનું પરીક્ષણ કરતા બે વ્યક્તિના કેસ પોઝિટિવ આવ્યા છે. આ બંને કેસ પટેલ કોલોની અને મારવાડવાસમાં રહેતા બે પુરુષોનો છે. આમ કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 28 થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને તપાસ હાથ ધરવામાં આવી હતી.