જામનગર : જિલ્લાની એસઓજી પોલીસે 24 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. આ સાથે રોશન ઉર્ફે ડેની અને પ્રેમ સાર્કી નેપાળીની પણ ધરપકડ કરી છે. આ બંને હનિફને ત્યાં ગાંજો આપવા માટે આવ્યા હતા. પોલીસે મુદ્દામાલ તરીકે કુલ 1,51,160નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
જામનગરમાંથી 24 કિલો ગાંજા સાથે 2 શખ્સોને દબોચી લેતી SOG - JAMNAGAR
જિલ્લાના બેડી વિસ્તારમાંથી પોલીસે 24 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીને આધારે શહેરના બેડી વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા હતા. શહેરના બેડી વિસ્તારના શેર અલી શાહ દરગાહની સામે અલી વાઘેરના મકાનમાંથી ભાડુઆત હનિફ દલ ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી.
24 કિલો ગાંજા સાથે 2 શખ્સોને દબોચી લેતી SOG
આ સમગ્ર બનાવને લઇ પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યુંં કે, આ માલ કોઈ સોનું બિહારી નામના માણસ પાસેથી લીધો હતો. આ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.