જામનગરમાં ડેન્ગ્યુનો ફરી તરખાટ, છેલ્લા બે દિવસમાં 2ના મોત - dengue in Jamnagar
જામનગર: શહેરમાં ડેન્ગ્યુએ ફરી તરખાટ મચાવ્યો છે. છેલ્લા બે દિવસમાં બે લોકોના મોત ડેન્ગ્યુના કારણે થયા છે. મંગળવારે બેડીમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાનું ડેન્ગ્યુના કારણે મોત થયું હતું. જ્યારે આજરોજ 11 વર્ષેની કિશોરીનું ડેન્ગ્યુને કારણે મોત થયું છે.

Jamnagar
એક બાજુ હોસ્પિટલ સત્તાધીશો એવું જણાવી રહ્યા છે કે, ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છતાં પણ મૃત્યુ આંક દિવસે દિવસે વધી રહ્યો છે. જામનગરમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે 20 જેટલા લોકોના મોત થયાં છે. આ વર્ષે અઢી હજારથી વધુ પોઝિટિવ કેસ જામનગરની જી.જી.હોસ્પિટલમાં નોંધાયા છે.
જામનગરમાં ડેંગ્યુનો ફરી તરખાટ, છેલ્લા બે દિવસમાં બેના મોત