ગુજરાત

gujarat

ETV Bharat / state

50 જેટલા પ્રેસ, IB તથા CBIના ફર્જી આઈકાર્ડ સાથે બેની ધરપકડ - Gujarati news

જામનગરઃ LCBએ 50 જેટલા પ્રેસ તથા ઇન્વેસ્ટિગેશન બ્યુરો, CBI સહિતના આઈકાર્ડ સાથે બે શખ્સોને ઝડપી પડાયા છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 25, 2019, 4:57 PM IST

જામનગરમાં યોજાયેલી ચૂંટણીમાં બુથમાં પ્રવેશ મેળવવા માટે રેવન્યુ વિભાગમાં બંન્ને શખ્સોએ અરજી કરી હતી. આ અરજીથી બન્ને શખ્સોની પોલ ખુલી ગઈ હતી. જામનગરના રહીશ રક્ષિત મનહર શેઠ અને આશિષ ડોશીને બોગસ આઈકાર્ડ સાથે LCBએ ઝડપી પડ્યા છે. પોલીસે બન્ને ઇસમોની પૂછપરછ કરાતા તેમના કબ્જામાંથી ચીફ ઇન્વેસ્ટિગેશન ઓફીસર, ગુજરાત સ્ટેટ નેશનલ ઇન્ટેલિજન્સ બ્યુરો નામનું કાર્ડ મળી આવ્યું હતું અને હોદ્દાનો સિક્કો પણ મળી આવ્યો હતો. આ સાથે પ્રેસના કાર્ડ પણ મળ્યાં હતા.

IB તથા CBIના આઈકાર્ડ સાથે બે ઈસમો ઝડપાયા

દિલ્હી સુખિયા, કી લાઇન ટાઈમ્સ, યુનિટી ઓફ પ્રેસ, ગુજરાત જર્નલિસ્ટ યુનિયન, પ્રેસ સંઘર્ષ જર્નલિસ્ટ, પત્રકાર સંઘર્ષ સમિતિ, ભારતીય પ્રેસ મીડિયા સંઘ, ગુજરાતી વિકલી ફર્ઝ, હ્યુમન રાઈટસ ઓલ ઇન્ડિ,યા હ્યુમન રાઇટ્સ વિગેરેના ઓળખ કાર્ડ મળી આવતા કબ્જે કરી બન્ને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

તો બીજી તરફ જામનગર LCBએ આ બંન્ને ઈસમોએ સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલો હોઈ તો પોલીસનો સંપર્ક કરવા લોકોથી અપીલ કરી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details