જામનગર મોરબીનાકેબલ બ્રિજ (Morbi Cable Bridge) પર 400થી વધુ લોકો ફરવા આવ્યા હતા. રવિવાર હતો, એટલે મોરબીવાસીઓ કેબલ બ્રિજ (Cable Bridge over Machu River in Morbi) પર ફરવા માટે આવ્યા હતા, કેબલ બ્રિજની ક્ષમતા કરતાં વધુ લોકો બ્રિજ પર હતા, જેને કારણે કેબલ બ્રિજ તૂટી પડ્યોહોવાનું એક પ્રાથમિક તારણ નીકળે છે. આ કેબિલ બ્રિજ તૂટી પડતા (Morbi Bridge Collapsed) 134 લોકોના મોત થયા છે, જેમાં તો 56 બાળકો છે. અનેક લોકોને બચાવી લેવાયા છે. આ કરુણાતિકાથી મોરબીમાં માતમ છવાયો છે.
મોરબીની 19 વર્ષીય યુવતીનું મોત થતા પરિજનો શોકમગ્ન, શુ લગાવ્યો આક્ષેપ પરિવારજનો શોક મગ્ન બન્યોમોરબીમાં જે પ્રકારે ઝૂલતો પુલ તૂટી (Morbi Hanging Bridge) પડ્યો છે. જેમાં અનેક લોકોના મોત નીપજ્યા છે. ત્યારે મોરબીમાં રહેતી 19 વર્ષીય યુવતી પોતાની કાકી સાથે ઝૂલતા પુલ પર ગઈ હતી. એકાએક આ ઝૂલતા પુલની ઘટના બની હતી. જેમાં યુવતીએ જીવ ગુમાવ્યો છે. પરિવારજનો શોક મગ્ન બન્યો છે.
કંપની અને તંત્રની મિલી ભગતના કારણે આ ઘટના બની, આક્ષેપઅત્યારે પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે, ક્યાંકને ક્યાંક કંપની અને તંત્રની મિલી ભગતના કારણે આ ઘટના બની છે. ઝૂલતા પુલની કેપેસિટી ઓછા માણસોની છે અને વધુ પૈસા કમાવાની લાલચમાં કોન્ટ્રાક્ટ કંપનીએ અનેક લોકોની જિંદગી સાથે ખેલ ખેલ્યો છે
મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો છેજીવ ગુમાવનાર યુવતીના પરિવારજનોએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, અમારી 19 વર્ષની દીકરી આ દુર્ઘટનામાં મોતને ભેટી છે. જોકે તંત્ર દ્વારા હજુ સુધી કોઈપણ જાતની સહાનુભૂતિ દર્શાવવામાં આવી નથી. આ ઘટનાને લઈને મોતના આંકડા (Machhu Bridge Fallen Death figures hidden) પણ છુપાવવામાં આવી રહ્યા છે.
તંત્ર અને કોન્ટ્રેક્ટર એટલે કે OREVAએ બંનેએ મિલીભગથીપીડિતના પરિવારજને ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના 6.30 કલાકે બની હતી. તંત્ર હવે તેના હાથ ધોઈ રહી છે. મારે તો ખાલી એટલું જ કેહવું છે કે જે કંપનીને કોન્ટ્રેક્ટ આપેલો એટલે એનો વાંક છે અને એટલાજ કસૂરવાર નગરપાલિકા છે. જયારે તંત્ર એમ છે કે છેલ્લા ચાર દિવસથી પુલ ચાલુ છે તેની તેમને ખબર નથી. જે માનવામાં ના આવે. તંત્ર કે છે મારી મજોરરી ના હોય અને પુલ ચાર દિવસથી ચાલુ હોય તે તંત્રને ખબર નથી. મારા ખ્યાલથી પુલ ચાલુ કરવાનું એટલુંજ કારણ હોઈ શકે કે, તંત્ર અને ક્યાંકને ક્યાં કંપની એટલે OREVAને જે કોન્ટ્રેક્ટ આપવામા આવ્યો છે. તેઓની કમાણીનો છે. એના માટે તંત્ર અને કોન્ટ્રેક્ટર એટલે કે OREVAએ બંનેએ મિલીભગથી આ થયેલું હતું. જેના માટે આબંને જવાબદાર છે. અમારી સરકર પાસે એક જ આશા છે કે જે કોઈ કસૂરવાર હોય તેમને સજા થાય અને મારા કાકા અને છોકરીએ જીવ ગુમાવ્યો છે એટને ન્યાય મળે.