ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંસદોના સસ્પેન્શન મુદ્દે જામનગર શહેર કૉંગ્રેસ સમિતિનું વિરોધ પ્રદર્શન, ધરણાં અને સૂત્રોચ્ચાર કર્યા - સુત્રોચ્ચાર

સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્શન કરવામાં આવ્યા તેનો વિરોધ થઈ રહ્યો છે. જામનગર શહેર કૉંગ્રેસ સમિતિએ શહેરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નીચે ધરણાં યોજ્યા, બેનર પ્રદર્શન કર્યુ અને વિવિધ સૂત્રોચ્ચાર કરીને સાંસદોના સસ્પેન્શનનો વિરોધ નોંધાવ્યો છે. 146 MPs Suspension Oppose by Jamnagar Saher Congress Samiti

સાંસદોના સસ્પેન્શન મુદ્દે જામનગર શહેર કૉંગ્રેસ સમિતિનું વિરોધ પ્રદર્શન
સાંસદોના સસ્પેન્શન મુદ્દે જામનગર શહેર કૉંગ્રેસ સમિતિનું વિરોધ પ્રદર્શન

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 6:15 PM IST

જામનગર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં અને સૂત્રોચ્ચાર કર્યા

જામનગરઃ લોકસભા અને રાજ્યસભામાંથી 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. ઈન્ડિયા અલાયન્સે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યુ છે. તેમજ અલાયન્સે દેશના જુદા જુદા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન પણ કર્યુ છે. જે અંતર્ગત જામનગર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા સાંસદોના સસ્પેન્શનનો વિરોધ કરવામાં આવ્યો હતો.

વિરોધ પ્રદર્શનઃ જામનગરના લાલ બંગલા સર્કલ પાસે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નીચે સમગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર કૉંગ્રેસ સમિતિના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. હાજર કૉંગ્રેસીઓએ ભાજપ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકશાહી અને સંવિધાન બચાવવાના નારા પણ લગાવ્યા હતા. બેનર પ્રદર્શન પણ કર્યુ હતું. જામનગર શહેર કૉંગ્રેસ સમિતિએ ધરણાં પણ યોજ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ દિગુભા જાડેજા, સહારા મકવાણા, નગર સેવક આનંદ રાઠોડ, જામ્યુકોના વિપક્ષ નેતા ધવલ નંદા, રંજન ગજેરા વગેરે જેવા અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.

શિયાળુ સત્ર સમરાંગણઃ આ વર્ષે સંસદના શિયાળુ સત્રમાં એક પણ દિવસ સંપૂર્ણ અને યોગ્ય રીતે કામગીરી થઈ નથી. સંસદ ભવનની સુરક્ષાનું ઉલ્લંઘન કરીને યુવાનો વેલ સુધી ધસી ગયા હતા અને સ્મોક બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. આ ઘટના મુદ્દે સવાલ ઉઠાવતા વિપક્ષ અને અન્ય પક્ષોના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શનના વિરોધમાં ઈન્ડિયા અલાયન્સે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યુ અને સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે.

દેશમાં લોકશાહીનું જાહેરમાં ખૂન થયું છે. પ્રજા દ્વારા ચૂંટાયેલા સાંસદોને સસ્પેન્શન કરીને ભાજપ સરકાર શું સાબિત કરવા માંગે છે? ભાજપ બેરોજગારી, મોંઘવારી જેવા પોતાના પાપો છુપાવવા માટે આ કૃત્યો કરી રહી છે. ભાજપના જ સાંસદના પાસ પર સંસદમાં યુવકો ઘુસી ગયા હતા તેને છુપાવવા ભાજપ સાંસદોને સસ્પેન્ડ કરી રહી છે. કૉંગ્રેસ આ અન્યાય સાંખી નહી લે અને આ અવાજ માર્ગો પરથી સંસદ ભવન સુધી ગુંજશે...દિગુભા જાડેજા(પ્રમુખ, જામનગર શહેર કૉંગ્રેસ સમિતિ)

  1. એક સાથે 146 સાંસદોના સસ્પેન્શનને લઈ અમદાવાદ કૉંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું
  2. ઈન્ડિયા અલાયન્સનું જંતર મંતર પર સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

ABOUT THE AUTHOR

...view details