જામનગરસ : કોરોના વાઈરસે વિશ્વમાં હજારો લોકોના જીવ લીધા છે. જેના કારણે ભારતમાં પણ 100 કરતા વધારે લોકોના મોત થયા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. જામનગરમાં કોરોના ટેસ્ટ કરાતા 14 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
જામનગરમાં કોરોનાના 14 રિપોર્ટ આવ્યા નેગેટિવ - જામનગર ન્યૂઝ
જામનગરની જી.જી.હોસ્પિટલમાં આજે 19 સેમ્પલો લેવામાં આવ્યાં હતાં. જેમાંથી 14 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે અન્ય લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.
jamnagar
રોજ એટલે કે રવિવારે જામનગરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. બાકીના તમામ લોકો રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. આજે પણ 14 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ તમામ 14 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તમામ રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
ગઈકાલે પોઝિટિવ રિપોર્ટ આવેલા બાળકના માતા પિતાનો રિપોર્ટ આજે નેગેટિવ આવ્યો છે. નોંધનીય છે કે પોરબંદરમાં પણ 19 સેમ્પલોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.