ઉલ્લેખનીય છે કે, જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિટલરથી ડર્યા વગર પોલેન્ડના 600થી વધુ વિદ્યાર્થીઓને જામનગરમાં આશરો આપ્યો હતો. જેથી આજે પણ પોલેન્ડવાસીઓ જામસાહેબના આ રૂણને ભૂલ્યા નથી અને જામનગરને મીની પોલન્ડ તરીકે ઓળખાવે છે.
હિટલરથી ડર્યા વગર પોલેન્ડના 600 બાળકોને બચાવનાર જામ દિગ્વિજયસિંહ.... - જામ દિગ્વિજયસિંહનો આજે 125મો જન્મદિવસ
જામનગરઃ પ્રજાવત્સલ રાજવી જામ દિગ્વિજયસિંહનો આજે 125મો જન્મદિવસ છે. જેથી આ દિવસની જામનગરના લોકો દ્વારા ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે. શહેરના રણમલ તળાવ પાળે આવેલા જામ દિગ્વિજયસિંહના સ્ટેચ્યુને મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કરશન કરમુર અને રાજપૂત સમાજના વિવિધ અગ્રણીઓએ ફુલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
![હિટલરથી ડર્યા વગર પોલેન્ડના 600 બાળકોને બચાવનાર જામ દિગ્વિજયસિંહ....](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4476778-thumbnail-3x2-jmr.jpg)
jam digvijay singh
જામ દિગ્વિજયસિંહનો આજે 125મો જન્મદિવસ
જામ સાહેબે જામનગરના લોકોને રોજગારી મળી રહે તે માટે વિવિધ ઈમારતો, કારખાનાઓ પણ સ્થાપ્યા હતા. જામનગર વાસીઓની સુખાકારીમાં વધારો થાય તે માટે વિવિધ જગ્યાએ વિકાસ કાર્યો કરતા હોવાથી આજે પણ લોકો તેમને યાદ કરે છે.
જામ દિગ્વિજયસિંહ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રમુખ પણ હતા. આઝાદી સમયે જ્યારે રજવાડાઓનું વિલીનીકરણની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે જામ સાહેબ નવાનગર રાજ્યને સૌ પ્રથમ સુપ્રત કર્યું હતું.
TAGGED:
Jam Digvijay Singh