ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જામનગરમાં વિવિધ વિકાસ કાર્યો માટે ફાળવી મોટી રકમ - જામનગર ન્યુઝ
જામનગર: રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલની હાજરીમાં ધનવંતરી હોલમાં વર્ક ઓર્ડર અને ચેક વિતરણ સમારંભ યોજાયો હતો. જિલ્લા આયોજન કચેરી અને તાલુકા પંચાયત દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા સાંસદ પૂનમ માડમ, અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા, ધારાસભ્ય ચિરાગ કાલરિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.
ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જામનગરમાં વિવિધ વિકાસ કાર્યો માટે ફાળવી મોટી રકમ
જામનગર જિલ્લામાં કુલ 49 વર્ક ઓર્ડર અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં. જામનગર મહાનગરપાલિકાના 12 કામના 29.55 લાખનો ચેક મનપા કમિશનર સતિષ પટેલને અર્પણ કરાયો હતો. સાંસદ પૂનમ માડમ દ્વારા મુવમેન્ટને 24.95 લાખ બેડમિન્ટન કોર્ટ માટે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.