ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર જિલ્લામાં 10 પોલીસ કર્મચારીને મળી બઢતી - હેડ કોન્સ્ટેબલની બઢતી

જામનગર જિલ્લામાં 10 પોલીસ કર્મચારીઓની બઢતી કરવામાં આવી છે. જેમાં પાંચ અનાર્મ હેડ કોન્સ્ટેબલ, એક આર્મ હેડ કોન્સ્ટેબલ, બે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અને એક ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલની બઢતી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જામનગર પોલીસ
જામનગર પોલીસ

By

Published : Dec 26, 2020, 3:38 PM IST

  • જામનગર જિલ્લામાં 10 પોલીસ કર્મચારીઓની બઢતી
  • પોલીસકર્મચારીઓની ફરજ પરના સ્થળે જ બઢતી આપાઇ
  • પોલીસ વડા દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.

જામનગર : જિલ્લામાં 10 પોલીસ કર્મચારીઓની બઢતી કરવામાં આવી છે. જેમાં પાંચ અનાર્મ હેડ કોન્સ્ટેબલ, એક આર્મ હેડ કોન્સ્ટેબલ, બે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અને એક ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલની બઢતી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રને આપ્યો બઢતીનો આદેશ

જામનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને તેમના ફરજ પરના સ્થળે જ બઢતી આપવાનો પોલીસ વડા દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 10 પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન દ્વારા બઢતીના આદેશ કરવામાં આવ્યાં છે.

જાણો કોને ક્યાં મળશે પોસ્ટિંગ?

બઢતી પામેલા પોલીસ કર્મચારીઓમાં સિટી બીમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ મુળરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, સીક્કાના ભરતસિંહ સજુભા જાડેજા, સિટી બીના બશીરભાઈ ઈસ્માઇલભાઈ મુંદ્રાક, કાલાવડના ભરત નરશીભાઈ સુવારીયા, સિટી એના વસંતલામ રામજી ગામેતી, જોડિયાના ગીરધર છગનભાઈ અઘેરા તથા અનાર્મ પોલીસ કોસ્ટેબલમાં શેઠવડળાના પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ જાડેજા, મેઘપરના બ્રિજરાજસિંહ વિક્રમસિંહ જાડેજા તથા સિટી સીના ડ્રાઈવર હેેડકોન્સ્ટેબલ જયેશ કાંતિલાલ ચૌહાણ તેમજ હેડ કવાર્ટરના બેન્ડ વિભાગમાં ફરજ બજાવતા આર્મ હેડ કોન્સ્ટેબલ યુસુફઅલી બાદરમીયા સહિતના 10 પોલીસકર્મચારીઓની ફરજ પરના સ્થળે જ બઢતી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details