- જામનગરમાં 1.15 કરોડની સરકારી જમીન પચાવી પાડીને વેચી નાંખી
- દલાલ કિશોર મહેતાએ 3 ભાઈઓ પાસે નોટરી કરાવીને પ્લોટનો વેચાણખત તૈયાર કરાવ્યો
- ફાજલ જમીન ખોટા દસ્તાવેજો હોવાનું જણાતા 3 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
જામનગર : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં રહેતાં સંજય ભૂત અને તેના અન્ય બે ભાઈઓની સંયુકત માલિકીની 12 જમીન જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં આવેલી છે. આ જમીનમાં અઢી વીઘામાં ફાર્મ હાઉસ અને 10 વીઘામાં ખેતી કરતા હતાં. વર્ષ 2019માં આ જમીન વેચવા માટે જામનગરના ગુલાબનગરમાં રહેતાં કિશોર ગજાનંદ મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ જમીન રૂપિયા 1.15 કરોડમાં વેચવાનો સોદો થયો હતો. જે પૈકી 15 લાખ રોકડા દેવાના હતા અને બાકીના રૂપિયાના ખીજડિયા અને હાપા વિસ્તારમાં આવેલી બીનખેતીના પ્લોટના દસ્તાવેજ કરાવી આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. જે દરમિયાન દલાલ કિશોર મહેતાએ ત્રણેય ભાઈઓને બોલાવી નોટરી કરાવીને પ્લોટનો વેચાણખત તૈયાર કરાવ્યો હતો.
સરકારી જમીન ખોટા કાગળિયા બનાવી વેચી નાખી