ત્યારે ગુર્જર સમાજની માંગને આધારિત રાજ્યની અશોક ગેહલોતનું નૈતૃત્વ ધરાવતી કોંગ્રેસ સરકારમાં પ્રધાન બીડી કલ્લાએ પછાત વર્ગ માટે વિધાનસભામાં આ બિલને રજુ કર્યુ હતું. સાથે જ ગેહલોતે જણાવ્યું હતું કે,‘ જુના કાયદામાં સુધારો કરવા રાજ્ય સરકાર આ બિલને લાવી છે, જે અંતર્ગત 2017 અઘિનયમ કલમ 3 અને 4માં નોંધનીય સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ, રાજ્યની શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં રાજ્યના પછાત વર્ગને 5 ટકા અનામત આપવામાં આવ્યું છે.
રાજસ્થાનમાં ગુર્જરોને મળી 5 ટકા અનામત, વિધાનસભામાં બિલ પાસ
રાજસ્થાનઃ રાજસ્થાન સરકારે રાજ્યની ગુર્જર સમાજ સહિત અન્ય પાંચ જાતિઓને 5 ટકા અનામત આપવા માટે વિધાનસભામાં એક બિલ પસાર કર્યુ હતું. જોકે ગુર્જર સમાજના લોકો સરકારી નોકરી અને શૈક્ષણિક સેવા માટે અનામતની માંગ મુજબ આ બિલને પસાર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ અગાઉ વસૂંધરા સરકારે પણ આ બિલને પસાર કર્યું હતું. પરંતુ રાજ્યની હાઈકોર્ટે આ બલિનો અસ્વિકાર કર્યો હતો.
gurjar reservation
જોકે રાજ્યના પછાત વર્ગને અનામત આપતાની સાથે જ રાજ્યમાં વર્તમાનમાં 21 ટકા અનામતમાં વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં હવે 26 ટકા અનામતની નવી જોગવાઈ પણ કરવામાં આવી છે.