સમગ્ર દેશ દુઃખની લાગણીઓ સાથે શહીદ વીર જવાનોને અંતિમ વિદાય આપી રહ્યો છે, ત્યારે દુઃખ અને દર્દ ભરી આંખોમાં આક્રોશ પણ છે. આ સાથે દેશભરમાં લોકો 40 અનમોલ રત્ન ખોયા છે, તેને બદલો ક્યારે લેવામાં આવશે એવો પ્રશ્નો પણ થઈ રહ્યાં છે. દેશભરમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. જવાનોની અંતિમ વિદાયમાં વિવિધ નેતાઓએ હાજરી આપી હતી.
તમિલનાડુઃ CRPF જવાન સી શિવચંદ્રનને અંતિમ વિદાય આપતા રક્ષાપ્રધાન નિર્માલા સીતારામન.
મધ્યપ્રદેશમાં શહીદ અશ્વનિ કુમારના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
મહારાજગંજમાં શહીદ પંકજ કુમાર ત્રિપાઠીની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં
ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં વીર શહીદ અવધેશ કુમારના નામના નારા લાગ્યા
ઉત્તરાખંડમાં શહીદની અંતિમયાત્રામાં કાંધ આપતા મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત
પટનામાં શહીદ જવાન રતન ઠાકુર અને સંજય કુમાર સિન્હાને અંતિમ વિદાય
આગરાના શહીદ થનાર કૌશલ કુમાર રાવતના પાર્થિવ દેહને શનિવારે વહેલી સવારે 4 વાગે તેમની માતૃભૂમિ આગ્રામાં પહોંચાડવામાં આવ્યો.
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોની અંતિમ સંસ્કારમાં PMના કેટલાક પ્રધાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ અંગે મળતી માહિતી મુજબ, PM ઑફિસ દ્વારા કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનનો શહીદોની અંતિમવિધિમાં ઉપસ્થિત રહેવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં રાજનાથ સિંહ અને વી. કે. સિંહ તેમજ બિહારમાં શહીદોના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ ઉપસ્થિત રહેશે. જ્યારે દક્ષિણ ભારતમાં રક્ષાપ્રધાન નિર્મલા સીતારામન ઉપસ્થિત રહેશે.
વિજય કુમાર મૌર્યા(દેવરિયા), રમેશ યાદવ (તોફાપુર-બનારસ), અવધેશ યાદવ( ચંદૌલી જિલ્લાનું બહાદુરપુર)ને કંધો આપવા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. સેંકડો લોકોએ તિરંગો અને ઝંડા સાથે ’વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ તથા ‘અમર રહો શહીદ જવાન’ સહિતના અનેક નારા લગાવ્યા હતાં.