ગુજરાત

gujarat

ETV Bharat / state

તાલાલાના યુવા તલાટીનું જન્મદિવસે જ માર્ગ અકસ્માતમાં મોત, પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત

તાલાલા પંથકના યુવા તલાટી મંત્રી રવિ બાલકૃષ્ણભાઈ દવે (ઉં.વ.35) નું તેમના જન્મ દિવસે જ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં અરેરાટી પ્રસરી ગઈ છે. સાસણ રોડ પર અજાણી કારે અડફટે લેતાં સર્જાયેલા આ અકસ્માતમાં તેમનાં પત્ની દર્શનાબેન (ઉં.વ.28) તથા પુત્ર કુશલ (ઉં.વ.11) ને પણ ઈજાઓ પહોંચી હતી.

તાલાલાના યુવા તલાટીનું જન્મદિવસે જ માર્ગ અકસ્માતમાં મોત
તાલાલાના યુવા તલાટીનું જન્મદિવસે જ માર્ગ અકસ્માતમાં મોત

By

Published : Jun 2, 2021, 5:06 PM IST

  • તાલાલાના તલાટીનું જન્મદિને જ માર્ગ અકસ્માતમાં મૃત્યુ
  • લુશાળા, ધાવા સહિત 3 ગામે સજ્જડ બંધ પાળ્યો
  • અજાણી કારની અડફેટે બાઈક પર સવાર તલાટીનુ મોત



ગીર સોમનાથ : તલાટી મંત્રી રવિભાઈ ગત રાત્રે 10 વાગ્યા દરમ્યાન સસરાના ઘરેથી જમીને તાલાલાથી બાઈક પર પત્ની તથા પુત્ર ને લઈને ભોજદે ગામ જવા નિકળ્યા હતા. ત્યારે સાસણ રોડ પર બોરવાવ ગામના પાટિયા પાસે પૂરઝડપે આવતી કારે તેમના બાઈકને અડફેટે લીધું હતું. ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ તેમણે પ્રાણ ગુમાવ્યા હતા. જ્યારે ગંભીર ઈજા પામેલા તેમનાં પત્ની તથા પુત્રને તાલાલા બાદ વધુ સારવાર માટે વેરાવળ લઈ જવામાં આવ્યા હતા.

તાલાલાના યુવા તલાટીનું જન્મદિવસે જ માર્ગ અકસ્માતમાં મોત

3 ગામોએ સજ્જડ બંધ પાળ્યુ

રવિભાઈ તાલાલા તાલુકાના ભોજદે ગામના વતની હતા અને લુશાળા તથા ધાવા ગીર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેમના અચાનક મૃત્યુથી પંથકમાં શોક પ્રસરી ગયો હતો. મોડી રાતે મોટી સંખ્યામાં લોકો અહીંની હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. જ્યારે ભોજદે, લુશાળા અને ધાવા ગામે સજ્જડ બંધ પાળીને આ પ્રામાણિક કર્મચારીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પોલીસે ભરતકુમાર ચુનીલાલ દવે (રહે. ચિત્રોડ, ગીર) ની ફરિયાદ પરથી ગુનો નોંધી જીવલેણ અકસ્માત સર્જીને રફૂચક્કર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

' આજે મારો જન્મ દિવસ છે ’ તેમ કહીને રવિએ મિત્રોને નાસ્તો કરાવ્યો હતો

વાવાઝોડાથી અસરગ્રસ્ત ઉના તાલુકાના ગામડાંનો સર્વે કરવા તાલાલા તાલુકામાંથી 10 તલાટી કમ મંત્રીઓ ત્યાં ગયા હતા. જેમાં રવિભાઈ દવે હતા. 31 મેના રોજ ઉનાથી તમામ તલાટી તાલાલા આવતા હતા. ત્યારે રસ્તામાં તેમણે ‘આજે મારો જન્મ દિવસ છે' તેમ કહીને બધા મિત્રોને ચા-નાસ્તો પણ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિસ્તરણ અધિકારી તરીકે બઢતીના મેરિટ લિસ્ટમાં તેમનું નામ પ્રથમ હતું પણ કોરોનાને કારણે બઢની પ્રક્રિયા અટકી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details