- ક્રુઝની દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય, એસપી અનુજકુમાર સહિતના લોકોએ લીધી મુલાકાત
- પ્રથમ ટ્રીપનુ દીવમાં આગમન થયું ત્યારે ક્રુઝમાં સવારે પ્રવાસીઓના રેપીડ ટેસ્ટ કરાયા
- ક્રુઝમાં બંદિશ રોક બેન્ડ ગૃપની ગાયક કલાકાર યુવતીને કોરોના પોઝિટિવ
સુરતઃ હજીરાથી દીવ વચ્ચે શરૂ થયેલી ક્રુઝ સર્વિસની પ્રથમ ટ્રીપનુ દીવમાં આગમન થયું ત્યારે ક્રુઝમાં સવારે પ્રવાસીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાંથી એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનુ માલુમ પડ્યું હતું. જેથી તેને સારવાર માટે દીવની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાદમાં આખી ક્રુઝને સેનિટાઇઝ કરાઇ હતી. ક્રુઝમાં બંદિશ રોક બેન્ડ ગૃપની ગાયક કલાકાર યુવતીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ, તેની સાથેના ગ્રુપના બીજા 4 સહિત પાંચ લોકોને એમ્બ્યુલન્સ મારફતે સુરત રવાના કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
સુરતના હજીરાથી દીવ વચ્ચે શરૂ થયેલી ક્રુઝ સર્વિસની પ્રથમ ટ્રીપનું દીવમાં આગમન થયું. ત્યારે પ્રથમ ટ્રીપમાં સવારે દીવ પહોંચેલા તમામ પ્રવાસીઓને દીવ પ્રશાસન દ્વારા આવકારવામાં આવેલી હજીરાથી આવેલી ક્રુઝ જય સુફિયા બેલીઝનો દીવના કિલ્લા પાછળના દરિયામાંથી પ્રવેશ થયો હતો. દીવ જેટી પર પ્રશાસન દ્વારા સ્વાગતની તૈયારીઓ કરાઇ હતી. જેમાં તમામ પ્રવાસીઓનું તિલક કરી પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું. કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને રાખીને પ્રવાસીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરાયું હતું.
દરમિયાન ક્રુઝમાં આવેલી એક મહિલાનો રેપીડ ટેસ્ટ કરાતા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતુ. જેના પગલે મહિલાને દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલના કોરોના વિભાગમાં સારવાર માટે દાખલ કરી હતી. ક્રુઝમાં સવારે મહિલા પોઝિટિવ આવતા અન્ય પ્રવાસીઓમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી. જો કે, સાવચેતી માટે દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ક્રુઝને સેનિટાઈઝ કરાઇ હતી. પ્રથમ ટ્રીપમાં આવેલી આ ક્રુઝની દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય, એસપી અનુજકુમાર સહિતના લોકોએ મુલાકાત લઇ ક્રુઝની દરેક સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.
આ પણ વાંચોઃકેન્દ્રીય પ્રધાન માંડવિયાએ એસ્સારના ફેરી ટર્મિનલ પર નવા હજીરા-દીવ ક્રુઝ રૂટનું કર્યું ઉદ્ધાટન