અમદાવાદ : રાજ્યમાં ઉપરાંત જિલ્લામાં પણ ભારે વસાદથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગીરસોમનાથના વીસ્તારમાં મગફળી પલળી હોય, ભેજયુક્ત બની હોય જેથી આ મગફળી વેચણી કરનારા ખેડૂતને જાણ જ હોય કે આ મગફળી કેટલું તેલ આપી શકે, મોટી કંપનીઓમાં ગુણવત્તા અને રિફાઈનમેન્ટના નામ ઉપર બીજા તત્વો ઉમેરી અને શીંગ તેલની ગુણવત્તામાં ભેળસેળ કરવામાં આવે છે, ત્યારે મગફળીનો કોઠાર ગણાતા સૌરાષ્ટ્રમાં લોકોને મગફળી અને કપાસના મોટા કારખાનામાં બનતા તેલ ઉપર વિશ્વાસ નથી રહ્યો. કપાસમાં ભારે ઈયળનો ઊપદ્રવ હોય તેના કારણે ઝેરી દવાઓનો છટકાવ કરાઇ છે. જેથી લોકો ના તો સીંગતેલ કે ના તો કપાસીયાનું તેલ ખરીદવા તૈયાર છે.
જાણો, સૌરાષ્ટ્રના લોકો શું કામે વળી રહ્યા છે મીની ઓઇલ મિલ તરફ...
ગીર સોમનાથ જીલ્લામાં ભારે વરસાદથી નબળી મગફળી તેમજ કપાસમાં ઈયળના ઊપદ્રવના કારણે લોકો મોટી કંપનીઓના તૈયાર તેલના બદલે મીની ઓઇલ મિલોના તેલ તરફ વળ્યાં છે. મોટા ભાગના ગામડાઓમાં બનેલી આ નાની ઓઇલ મિલો નજર સામે જ શુધ્ધ સિંગતેલ કાઢી આપતી હોવાથી સૌરાષ્ટ્રમાં ખેડૂતો સહિત શહેરીજનો પણ મીની ઓઇલ મિલના તેલ તરફ આકર્ષાયા છે.
આ સમસ્યાના ઉત્તમ વિકલ્પ લોકો એ ગામડાઓની મીની ઓઇલ મિલ તરીકે શોધી કાઢ્યો છે. લોકો પોતે જ પસંદ કરી મગફળી લઈ આવી નાની ઓઈલ મિલ પર જાય છે. જ્યાં કોઈ મીલાવટ કે ભેળસેળ વગર નજર સામે જ મગફળી પીલાણ કરી તેલના ડબ્બા ભરી લે છે તો સામેથી આ મિલ સંચાલકો તેલના પ્રતિ ડબ્બે 250 રૂપીયા સામે ગ્રાહકને મગફળીના ખોળના આપે છે.
જેથી લોકો વર્ષ ભર શુધ્ધ સીંગ તેલ મેળવવા લાગ્યા છે. ગીરસોમનાથ અને લિલી નાઘેરા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં હાલ આ તેલની નાની ઓઇલ મિલો ચાલી રહી છે અને આમ શહેરી પ્રજા શુદ્ધ શીંગ તેલ મેળવવા ગામડા તરફ વળી છે.