ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરસોમનાથમાં વ્હેલ શાર્ક ડેની ઉજવણી કરાઇ - Veraval Fisheries College

ગીરસોમનાથ: વ્હેલ શાર્ક દિવસ નિમિત્તે ગીરસોમનાથમાં દિવસભર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વેરાવળ ફિશરીસ કોલેજ ખાતે 26 નવેમ્બરના રોજ વ્હેલ સંવર્ધન ઉપર ચર્ચા યોજાઇ હતી. આ ઉપરાંત વેરાવળ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વ્હેલ શાર્ક ડે પર કાર્યક્રમ યોજાયો હતો.

ગીરસોમનાથ
ગીરસોમનાથ

By

Published : Nov 26, 2019, 10:55 PM IST

વિશ્વનું સૌથી વિશાળકાય પ્રાણી કે, જે એક સમયે સમુદ્ર ઉપર રાજ કરતી હતી એવી વ્હેલ શાર્ક આજે માત્ર 25000 જેટલી જૂજ બચી છે. 5 લાખમાંથી સરેરાશ ઘટતી વ્હેલ શાર્કની સંખ્યાના કારણે તેને સરકાર દ્વારા શેડ્યુલ પ્રાણી ઘોષિત કરાયું હતું. જેના કારણે તેના શિકાર પર રોક લાગી હતી અને 2004માં ગીરસોમનાથમાં કથાકાર મોરારીબાપુએ વ્હેલશાર્ક માછલીને દીકરી સમાન ગણી તેને ન મારવાની અપીલ કરેલી જેનો આજે પણ માછીમારો અમલ કરી રહ્યા છે. કરોડોની આવક જતી કરી વ્હેલને મહેમાન માની જીવનદાન અપાય છે.

ગીરસોમનાથમાં વ્હેલ શાર્ક ડેની ઉજવણી કરવામાં આવી
વ્હેલ શાર્ક દિવસ નિમિત્તે વેરાવળ ફિશરીસ કોલેજ ખાતે વ્હેલ સંવર્ધન ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વેરાવળ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વ્હેલ શાર્ક ડે પર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર સહિત વનવિભાગ, શાળાના બાળકો, ફિશરીસ કોલેજના વિદ્યાર્થીઓ સહીતના લોકો જોડાયા હતા. આ તકે ગીરસોમનાથ જિલ્લા કલેકટર દ્વારા વ્હેલ શાર્કનું વેરાવળ ચોપાટી ઉપર સ્ટેચ્યુ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. તેમજ તેમણે પત્રકારો ને સંબોધતા વેરાવળ ખાતે વિકસિત દેશોમાં હોય તેવું આધુનિક ઓશીનેરીયમ બનાવવાના સરકારના વિચારને પણ જાહેર કર્યો હતો.

વ્હેલ શાર્ક માછલી અનેક દેશો માથી પ્રજનન અને પ્રસુતી માટે આપણા દરીયા કાંઠાની મહેમાન બને છે. આમ મહેમાનોનો આદર એ સૌરાષ્ટ્રની પરંપરા ગણી આ તકે સૌએ વ્હેલશાર્ક બચાવવાનો સંકલ્પ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details