ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ મંદિરના સ્થાપના દિવસની વર્ચ્યૂઅલ ઉજવણી કરાઈ - સોમનાથનું પુનઃનિર્માણ

12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ સોમનાથને ગણવામાં આવે છે. ત્યારે મંગળવારે સોમનાથ મંદિરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સોમનાથ મહાદેવની મહાપૂજા, વિશેષ શ્રૃંગાર, દિપમાલિકી, સરદાર સાહેબને વંદન અને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

સોમનાથ મંદિરનો સ્થાપના દિવસની વર્ચ્યૂઅલ ઉજવણી કરાઈ
સોમનાથ મંદિરનો સ્થાપના દિવસની વર્ચ્યૂઅલ ઉજવણી કરાઈ

By

Published : May 12, 2021, 9:09 AM IST

  • સોમનાથ મહાદેવની મહાપૂજા સાથે શ્રૃંગાર કરાયો
  • દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે સોમનાથ મંદિરનો સ્થાપના દિવસ
  • સોમનાથ મંદિરમાં સરદાર સાહેબને વંદન અને પુષ્પાંજલી અર્પણ કરાઈ
ઓનલાઈન મહાપૂજા ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરી દ્વારા કરવામાં આવી

ગીર સોમનાથઃ મંગળવારે સોમનાથ મંદિરનો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગ નિમિત્તે સોમનાથ મહાદેવની મહાપૂજા, વિશેષ શ્રૃંગાર સહિત પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. જોકે, દર વર્ષે સોમનાથ મહાદેવ મંદિરના સ્થાપના દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, પરંતુ કોરોનાના કારણે લોકો અહીં આવી નહતા શક્યા.

આ પણ વાંચોઃઅમદાવાદના કુમકુમ મંદિરમાં ગુજરાતના 61માં સ્થાપના દિનની ઉજવણી કરાઈ

વિશ્વ કોરોનામુક્ત થાય તે માટે પ્રાર્થના કરાઈ

સોમનાથ મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ કોરોનામુક્ત થાય તે માટે મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી. 11 મે 1951ના દિવસે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મંદિરના ગર્ભગૃહનું ઉદ્ઘાટન કર્યું હતું. સમુદ્રમાં શણગારેલી બોટમાં રાખવામાં આવેલી 21 તોપની સલામી સાથેભક્તોએ જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરવામા આવ્યું હતું.

સોમનાથ મંદિરમાં સરદાર સાહેબને વંદન અને પુષ્પાંજલી અર્પણ કરાઈ

આ પણ વાંચોઃજાણો કઈ રીતે 1 મે 1960ના રોજ ગુજરાતને 'રાજ્ય'નો દરજ્જો મળ્યો હતો

સરદાર ન હોત તો સોમનાથનું પુનઃનિર્માણ ન થયું હોતઃ કનૈયાલાલ મુનશી

આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સોમનાથ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનારા લોકો તરીકે દિગ્વિજયસિંહ, કાકાસાહેબ ગાડગીલ, મોરારજી દેસાઈ, કનૈયાલાલ મુનશી શામેલ હતા. આજે જો સરદારને યાદ કરીએ તો કનૈયાલાલ મુનશીના શબ્દો યાદ આવે કે “જો સરદાર ન હોત, તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ નિહળવા સદ્ભાગી થઈ ન હોત.

સરદાર ન હોત તો સોમનાથનું પુનઃનિર્માણ ન થયું હોતઃ કનૈયાલાલ મુનશી
ઓનલાઈન મહાપૂજામાં ટ્રસ્ટી પણ હાજર રહ્યા

સોમનાથ મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે મંદિર પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમાને વંદના-પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે વિશ્વ કોરોનામુક્ત બને અને કોરોનાગ્રસ્ત દર્દીઓને સારું આરોગ્ય મળે તે માટે મહામૃત્યુંજય મંત્રજાપ કરવામાં આવ્યા હતા. ઓનલાઈન મહાપૂજા ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરી દ્વારા કરવામાં આવી હતી. જ્યારે સાંજે સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર અને દિપમાલા કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details