ગીર સોમનાથઃ કોરોનાના ભયના કારણે દેશભરમાં બહારથી આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે, ત્યારે તેઓ ક્વોરન્ટાઇનનું પાલન કરે છે કે કેમ તેની માહિતી રાખવા આશા વર્કર બહેનોને જવાબદારી સોપાઈ છે. પરંતુ કેટલાક લોતો પોતાની ફરજ ન નિભાવતા આશાવર્કર બહેનોને પોતાનું કામ ન કરવા માટે ધમકાવી રહ્યાં હોવાના કિસ્સા બહાર આવી રહ્યાં છે.
વેરાવળમાં મહિલા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતાં ટોળાનો વીડિયો વાઈરલ - આશાવર્કર પર હુમલો
વેરાવળના અલીભાઈ સોસાયટીમાં ક્વોરન્ટાઇનમાં રાખેલ લોકોની તપાસ માટે ગયેલી બે આશા વર્કર બેહનોને ટોળાએ રોકી અને ધમકાવ્યા હતા. જેમાં એક શખ્સ પોતાની પરવાનગી વગર વિસ્તારમાં કામ ન કરવા ધમકી આપી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે આરોગ્ય અધિકારી એ પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી છે.
gir somnath
આવો જ એક કિસ્સો ગીરસોમનાથના મુખ્યમથક વેરાવળમાં અલીભાઈ સોસાયટીમાં બન્યો હતો. ત્યાં ટોળાએ ફરજ પર ગયેલી 2 આશા વર્કર બેહનોને ટોળાએ રોકીને ધમકાવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ તેની મરજી વગર વિસ્તારમાં તપાસ કરવાની મનાઈ કરી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
જિલ્લા પોલીસવડાને આ અંગે જાણ કરતાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરીને આરોપી વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એપિડેમીક એકટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.