શ્રાવણ માસમાં દેશ અને દુનિયાના શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શને આવે છે. ત્યારે પરિવાર સાથે ખાનગી વાહનમાં આવતા લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. ગીરસોમનાથમાં સ્થપાયેલા 3 મહાકાય ખાનગી ઉદ્યોગોના માલસામાનની હેરફેર કરતા ટ્રકો પણ આ રસ્તાઓ પરથી પસાર થાય છે. હિરણ નદી પર બનાવવામાં આવેલ પુલ મોટી જાનહાનીની રાહ જોતો હોય તેમ બિસ્માર પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાય રહ્યો છે. સાથે જ જેતપુર અને ભાવનગરને સોમનાથ સાથે જોડતા હાઈવે પર સુખસાગર સર્કલનો રસ્તો પણ અતિ બિસ્માર બન્યો છે. ત્યારે આ રસ્તાઓ પર પોચી માટી નાખીને નેશનલ હાઇવે ઓથોરીટી ખાડા ભરવાના નિરર્થક પ્રયત્નો કરી રહી છે. ઓછામાં પૂરું હોય તેમ NHAI દ્વારા બાળ મજૂરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
NHAIની નિષ્ક્રિયતા, સોમનાથના માર્ગો થયાં અતિ બિસ્માર - અતિ બિસ્માર હાલત
ગીર સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે NHAI ની નિષ્ક્રિયતાના કારણે રસ્તાઓ દુર્લભ બન્યા હોવાથી સ્થાનિકો અને યાત્રિકોનો ભારે પરેશાનની સામનો કરવો પડી રહ્યોછે.છે.
somanath roads
NHAI ની ઓફિસે જ્યારે ઈટીવી ભારતની ટિમ પહોંચી હતી ત્યારે સ્થાનિક અધિકારીઓ માહિતી આપી શકશે નહી અને માહિતી જોઈએ તો દિલ્લીથી જ મળશે તેમ જણાવ્યું હતું. ત્યારે પ્રશ્ન થાય છે કે, જો લોકોની સમસ્યાઓને વાચા આપનાર પત્રકારોને માહિતી દિલ્લીથી મળશે તેવા ઉડાવ જવાબ આપવામાં આવે છે તો સામાન્ય જનતાની ફરિયાદ કોન સાંભળશે અને કેવા જવાબ મળતા હશે તે તો જોવું રહ્યું.