- ખાંભા રેન્જમાંથી વન વિભા ગેસિંહ બાળાને ઇજા પહોંચાડનારા શિકારીઓની ટોળીને ઝડપી લીધી
- નવ આરોપીઓએ જામીન માટેની અરજી સેસન્સ કોર્ટેં ફગાવી
- જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જામીન નામંજૂર કરવા કરી દલીલ
ગીર સોમનાથ : જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું હતુ કે, ખાંભા રેન્જમાંથી વન વિભાગના RFO ગળચર, રતનપરા, ACF દક્ષાબેન ભારાઇ સહિતના સ્ટાફે જંગલ વિસ્તારમાં ફાંસલા ગોઠવી વન્ય પ્રાણીઓનો શિકાર કરી તેના શરીરના અંગોનું વેચાણ, વપરાશ કરતી ટોળકીને આજથી થોડા દિવસો પહેલા જ ઝડપી લીધી હતી. જે આરોપીઓ પૈકીના 1. મણીબેન હબીબ પરમાર 2. અસ્માલ સમસેર પરમાર 3. રાજેશ મનસુખ પરમાર 4. મનસુખ ગુલાબ પરમાર 5. સમસેર ગુલાબ પરમાર 6. માનસીંગ ગની પરમાર 7. અરવિંદ ગની પરમાર 8. નુરજહા મનસુખ પરમાર અને 9. ભીખા સમસેર પરમારે જામીન મેળવવા માટે પ્રિન્સીપાલ ડ્રિસ્ટીક એન્ડ સેસન્સ કોર્ટના જજ શ્રી વિષ્ણુપ્રસાદ ગીરજાશંકર ત્રિવેદી સમક્ષ અરજી કરી હતી.
જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જામીન નામંજૂર કરવા દલીલ કરી
જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવે તો સમાજમાં તેના અવળા પ્રત્યાઘાતો પડે અને ખોટો મેસેજ જઇ શકે છે. તેમજ વન્ય પ્રાણીઓનું જીવન જોખમમાં આવે તેવી દલીલોને માન્ય રાખી તમામ 9 આરોપીઓની જામીનની અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.