ગીર સોમનાથઃ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે શહેરના હાદ સમાન વિસ્તાર એવા વેરાવળ- જૂનાગઢ હાઇવે પર આવેલ ખાનગી હોસ્પિટલના બે ડોકટર અને કમ્પાઉન્ડરને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે ગુરૂવારના રોજ વહીવટીતંત્ર, પોલીસતંત્ર અને આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.
વેરાવળ ખાનગી હોસ્પિટલમાં 2 તબીબ અને 1 કમ્પાઉન્ડરને કોરોના પોઝિટિવ આવતા તંત્રએ હોસ્પિટલ સીલ કરી - hospital were sealed
ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે 3 કોરોના પોઝિટિવ કેસ મામલે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. હોસ્પિટલના 16 સ્ટાફને હોસ્પિટલમાં જ કોરોન્ટાઇન કરાયા છે. જ્યારે વહીવટીતંત્રના ડેપ્યુટી કલેકટર, મામલતદાર , ચીફ ઓફિસર ,પોલીસતંત્રએ હોસ્પિટલની મુલાકાત લઇ તેને સીલ કરવાનો નિર્ણય કર્યો છે.
વેરાવળ ખાનગી હોસ્પિટલમાં 2 તબીબ અને 1 કમ્પાઉન્ડરને કોરોના પોઝિટિવ આવતા તંત્રએ હોસ્પિટલ સીલ કરી
હોસ્પિટલની મુલાકાત સવારે લીધા બાદ હોસ્પિટલને સીલ કરી હોસ્પિટલનો 16 લોકોનો સ્ટાફને પણ કોરોન્ટાઇન કરાયો હતો. તેમજ બન્ને ડોકટરના રહેણાંક વિસ્તારને પણ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.