જૂનાગઢ : સમગ્ર દેશ FM રેડિયોના યુગમાં પ્રવેશી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં પણ FM રેડીયોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશના નવા 91 FM રેડીયો સ્ટેશનને ખુલ્લા મુકવાની સાથે થઈ રહ્યો છે. FM રેડિયો મનોરંજનની સાથે આરોગ્ય અને શિક્ષણનું માધ્યમ બની રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં FM રેડિયોના માધ્યમથી સમગ્ર દેશ જોડાશે. તેમના મન કી બાતના 100માં એપિસોડને લઈને મોદીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, હું પણ એક રેડિયો એનાઉન્સર તરીકેની બેહદ ખુશી અનુભવવું છું. જે આજે સમગ્ર દેશ સામે તેને કરી રહ્યો છું.
નવા 91 સ્ટેશન થયા શરૂ :આજે ભારતના FM રેડિયો યુગમાં પ્રવેશ થઈ રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની સાથે સમગ્ર દેશમાં નવા 91 જેટલા FM રેડીયો સ્ટેશન આજે લોકોના ઉપયોગો માટે શરૂ કર્યા છે. એક સાથે 91 FM રેડિયો સ્ટેશનને વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રેડિયોના સમર્પિત લોકો માટે ખુલ્લા મુક્યા છે. આધુનિક યુગમાં રેડિયો આજે પ્રત્યાયન અને સંદેશા વ્યવહારની સાથે શિક્ષણ આરોગ્ય અને સમાચાર માટે મહત્વનો બની રહ્યો છે, ત્યારે દેશમાં વધુ 91 જેટલા નવા રેડિયો સ્ટેશન કેજે સીધા પ્રસાર ભારતી સાથે સંકળાયેલા હશે. વહેલી સવારે 6:55 વાગ્યાથી FM રેડિયોનું પ્રસારણ શરૂ થશે. જે રાત્રિના 11:00 કલાક સુધી સતત અને અવિરત પણે શિક્ષણની સાથે ધર્મ સામાજિક જાગૃતિ આરોગ્ય અને મનોરંજનના કાર્યક્રમોને સતત દેશની જનતા સામે પીરસતું જોવા મળશે.
મોદીએ પોતાની જાતને ઓળખાવી :91 નવા FM રેડીયો સ્ટેશનની શરૂઆત કરતાની સાથે જ PM મોદીએ તેમને રેડિયોના એનાઉન્સર તરીકેની તેમની ઓળખ આપીને રેડિયોનું જાહેર જીવનની સાથે અંગત જીવનમાં કેટલું મહત્વ છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. આગામી દિવસોમાં જ્યારે મન કી બાતના 100માં એપિસોડનું પ્રસારણ થવા જઈ રહ્યું છે, ત્યારે દેશના નવા 91 FM રેડીયો સ્ટેશનમાં મહત્વનો ભાગ ભજવશે તેવો આશાવાદ PM મોદીએ વ્યક્ત કર્યો હતો. આજે ગુજરાતના વેરાવળ, બોટાદ, સુરેન્દ્રનગર અને જામખંભાળિયાના રેડિયો સ્ટેશનની સાથે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના રેડિયો સ્ટેશનનો શુભારંભ થયો છે. જે અત્યારથી જ લોકોને મનોરંજનની સાથે ધર્મ સામાજિક જાગૃતિ અને શિક્ષણના કાર્યક્રમો શરૂ થયા છે.