ગીર સોમનાથ : વેરાવળના ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા કેસને લઈને હવે લોહાણા સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. કલેકટરને આવેદનપત્ર આપીને ડો ચગની સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલા વ્યક્તિ પર આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. આ સમગ્ર મામલામાં મૃતક તબીબ ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ અને તેમના બહેન રીટાબહને માધ્યમો સાથે વાત કરી હતી. પોલીસ તપાસ પર ભરોસો મૂકીને આરોપી નારણભાઈ અને રાજેશ ચુડાસમા વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.
સમસ્ત લોહાણા સમાજે આપ્યું આવેદનપત્ર : ગઈકાલે સમગ્ર ગીર-સોમનાથ જિલ્લા લોહાણા સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યા મુજબ આત્મહત્યા કરતાં પૂર્વે ડોક્ટર અતુલ ચગ દ્વારા જે સુસાઇડ નોટ લખવામાં આવી છે. તેમાં દર્શાવેલા નામો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં લોહાણા સમાજ સાથે મૃતક ડોક્ટર અતુલ ચગના પરિવારજનો પણ સામેલ થયા હતા. તેમણે ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવીને પોલીસની કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો છે, પરંતુ જે રીતે સુસાઇડ નોટમાં નારણભાઈ અને રાજેશ ચુડાસમાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
આ પણ વાંચો :Veraval Doctor Suicide : ડો.ચગની આત્મહત્યા કેસ મામલે પરિવારના નિવેદનો લેવાની થશે શરૂઆત