ગીર સોમનાથ:વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે બનાવવામાં આવેલા રુમમાં આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું. ડો અતુલ ચગ સમગ્ર વિસ્તારના ખ્યાતનામ તબીબ હતા. ત્યારે અચાનક ડો અતુલ ચગે આત્મહત્યા કરી લેતા વેરાવળ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:Surat Crime : નેશનલ ગેમ્સ રમવા ગયેલી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ, ગર્ભ રહી જતાં સામે આવી હકીકત
ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ:હાલ સમગ્ર મામલાને લઈને વેરાવળ શહેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળ પરથી પોલીસને ગુજરાતીમાં લખેલી અને અંગ્રેજીમાં સહી કરેલી એક ચિઠ્ઠી મળી છે. જેને સુસાઇડ નોટ માનીને પોલીસ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ કાગળની અંદર નારણભાઈ અને રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ કર્યો છે. આ બંને વ્યક્તિઓના કારણે તેઓએ આત્મહત્યા કરી છે તેવો ઉલ્લેખ કરાયો છે. તબીબની આત્મહત્યામાં રાજકીય આગેવાનનું નામ સામે આવતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સમગ્ર મામલાને લઈને હજુ મૃતદેહ હોસ્પિટલમાં પોલીસ તપાસ માટે રાખવામાં આવ્યો છે. મૃતકનો પુત્ર મુંબઈથી વેરાવળ પહોંચે ત્યારબાદ સમગ્ર મામલાને લઈને કોઈ અંતિમ નિર્ણય થઈ શકે છે. હાલ સુસાઈડ નોટ મળી છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.