ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાંં લેન્‍ડ ગ્રેબિંગના આરોપીની આગોતરા જામીન અરજી વેરાવળ કોર્ટે ફગાવી - land grabbing

ગીર-સોમનાથ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગ અધિનીયમ હેઠળ નોંધાયેલા પ્રથમ ગુનાના આરોપીએ વેરાવળ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી હતી, જો કે સરકારી વકીલની ધારદાર દલીલો બાદ કોર્ટે આરોપીની આગોતરા જામીન ફગાવી દીધી હતી.

ગીર સોમનાથ
ગીર સોમનાથ

By

Published : Mar 14, 2021, 11:48 AM IST

Updated : Mar 14, 2021, 4:54 PM IST

  • સરકરી જમીન પર ગેરકાયદે દુકાનો બનાવી ભાડા વસૂલાત
  • નાયબ પોલીસ અધીક્ષક મુકેશકુમાર ઉપાધ્યાય કરી રહ્યા હતા ગુનાની તપાસ
  • જજ બી. એલ. ચોઇથાણીએ આગોતરા જામીન અરજી ફગાવી

ગીર-સોમનાથ:જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગ અધિનીયમ હેઠળ પ્રથમ ગુનો નોંધાયો હતો જે કેસની વિગતો આપતા જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યુ હતું કે, વેરાવળ તાલુકાના બાદલપરા ગામે સ.નં.21ની હે.2-03-36 ચો.મી. સરકારી પડતર જમીન ઉપર આશરે ચારેક વર્ષ પહેલા વાણિજય વપરાશ માટે 17 દુકાનો તથા 1 સવિર્સ સ્ટેશનનું બાંધકામ કરી ભાડે આપી ભાડાની રકમ મેળવી ગુજરાત જમીન પચાવી પાડવાના પર પ્રતિબંધ વિધયક 2020 મુજબ ગુનો કર્યા અંગે બાદલપરા ગામના મીયાત પુંજાભાઇ કછોટ સામે પ્રભાસ પાટણ પોલીસમાં મામલતદાર ગ્રામ્ય શૈલેષભાઇ કલસરીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નાયબ પોલીસ અધીક્ષક મુકેશકુમાર ઉપાધ્યાયે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:જામનગર જિલ્લામાં ભૂમાફિયાના ગુના વધ્યા હોવાથી સરકારે SP દીપેન ભદ્રેનની કરી નિમણૂક

સરકારી વકીલની ધારદાર દલીલ

આ કેસના આરોપી મીયાત પુંજાભાઇ કછોટે આગોતરા જામીન મેળવવા માટે વેરાવળની ત્રીજા એડી. સેસન્સ કોર્ટ સમક્ષ અરજી કરી હતી જેની સુનાવણીમાં જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સરકારી જમીન ઉપર બનાવેલી દુકાનો ભાડે આપી વર્ષોથી આવક મેળવતા હોવાનું તેમજ દુકાનદારોને આ બનાવની તપાસમાં અટકાવી રાખ્યા હોવાનું તેમજ કાયદાઓને નેવે મુકી સરકારી જમીન ઉપર અતિક્રમણ કરી જમીન પચાવી પાડી તેના ઉપર દુકાનો બાંધી તેની જાગીર હોય તેમ ભાડેથી તથા વેચાણ કરી ગેરકાયદેસર પ્રવૃતિને પ્રોત્સાહન આપી અને ભૂમાફીયાની પ્રવૃતિઓ આચરતા તત્વો માટે આરોપીને આગોતરા જામીન ન આપવી જોઇએ તેવી દલીલોના આધારે જજ બી. એલ. ચોઇથાણીએ આરોપી મીયાત કછોટની આગોતરા જામીન અરજી ફગાવી દઇ ના મંજૂર કરી હોવાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો: ભરૂચમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ગુન્હો નોંધાયો

Last Updated : Mar 14, 2021, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details