- વેરાવણમાં શ્રમજીવીનું મકાન થયુ ધરાશાયી
- બાજુમાં મકાન બંધાતું હતુ જેના કારણે બની ઘટના
- શ્રમજીવીનો પરીવાર બન્યો બેઘર
વેરાવળ: જિલ્લાના ધાણીશેરી જુની સેલટેકસવાળી ગલીમાં પ્રિન્ટીંગ પ્રેસ જુનું મકાન પાડી કોઇ મંજુરી વગર જેસીબી દ્વારા 10 થી 15 ફુટ ખાડો ખોદી રહ્યા હતા. દરમિયાન તેની બાજુમાં અડીને આવેલા ત્રણ માળનું બિલ્ડીંગ ગઈકાલે બપોરના સમયે એકાએક નમવા લાગેલ હતું. જેથી તે મકાનમાં રહેતા બે પરીવારોના 12 જેટલા સભ્યો પહેરેલ કપડે બહાર નિકળી જઈ પોલીસને જાણ કરી હતી. દરમિયાન રવિવારે સાંજના સમયે આ નમી ગયેલા મકાન એકાએક ધડાકા ભેર તુટી પડતા બંન્ને પરિવારો બેધર બની ગયા હતા. મકાનમાં રહેલ તેમનો સામાન અને મરણમુડી કાટમાળમાં દટાઇ ગઇ હતી.
બાંધકામના કારણે મકાનને નુક્સાન
શહેરમાં ધાણીશેરી જુની સેલટેકસવાળી ગલીમાં શ્યામ ઓફસેટ પ્રિન્ટીંગ પ્રેસ આવેલું છે. તે આખુ મકાન પાડી નવા મકાન માટે 15 દિવસથી નવા બાંધકામ માટે કામગીરી ચાલતી હતી. જેમાં જેસીબીથી 10 થી 15 ફુટ પાયો ખોદાયો હતો. જેથી તેની બાજુમાં અડીને જ રહેતા બાબુભાઇ ભીખાભાઇ માલમડી, વિજયભાઇ માલમડી બન્ને પરિવારો ત્રણ માળના મકાનમાં રહેતા હતા. તેમનું મકાન તા.17 ના રોજ નમી ગયું હોવાથી પોલીસમાં અરજી આપી હતી કે અમારા મકાનને નુકશાન થયું તે રીતે.પાડોશીએ ઉંડો ખાડો ખોદેલો છે. જેથી આખુ મકાન ફાટી ગયું છે. ગમે ત્યારે પડવાની ભીતિ છે. ભય લાગતા પરિવારના 12 સભ્યો પહેરેલ કપડે બહાર નીકળી ગયા હતા.
આ પણ વાંચો: શોપિંયામાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણમાં 2 આંતકી ઠાર મરાયા