ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીઝલના વધતાં ભાવ : આની અસરથી વેરાવળ બંદર પર કેવી સર્જાઇ ગઇ મુસીબત જૂઓ આ અહેવાલમાં - Rising diesel prices

માછીમારીના ધંધાની ફુલ સીઝન (Fishing business in Gujarat )હોવા છતાં રાજ્યના બંદરો પર માછીમારી કરતી બોટોનો જમાવડો (Veraval Fishing industry in trouble) જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ સરકારની મોટી આવક (Impact on foreign exchange ) પર પણ ફટકા સમાન છે. ત્યારે વેરાવળ બંદર પરની સ્થિતિનો અહેવાલ જૂઓ.

ડીઝલના વધતાં ભાવ : આની અસરથી વેરાવળ બંદર પર કેવી સર્જાઇ ગઇ મુસીબત જૂઓ આ અહેવાલમાં
ડીઝલના વધતાં ભાવ : આની અસરથી વેરાવળ બંદર પર કેવી સર્જાઇ ગઇ મુસીબત જૂઓ આ અહેવાલમાં

By

Published : May 12, 2022, 7:21 PM IST

વેરાવળ- માછીમારી સીઝન (Fishing business in Gujarat )પૂર્ણ થવાને હજુ 20 દિવસ જેટલો સમય બાકી હોવા છતાં પણ વેરાવળ બંદર પર બોટોનો જમાવડો (Veraval Fishing industry in trouble)જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલો ડીઝલનો ભાવ અને દરિયામાં માછલીઓની સતત ઘટતી સંખ્યાને કારણે માછીમારોને બેવડો માર પડી રહ્યો છે. ત્યારે માછીમારી સીઝન પૂર્ણ થવાને વીસ દિવસ પહેલા જ વેરાવળ બંદર પર માછીમારી બોટનો જમાવડો (Deployment of fishing boats ) થતો જોવા મળી રહ્યો છે.

માછીમારી ઉદ્યોગ માત્ર ગુજરાત નહીં પરંતુ કેન્દ્ર સરકારને પણ વિદેશી હૂંડિયામણ રળી આપે છે

આ પણ વાંચોઃ Jakhau Fishing Port Gujarat: કચ્છના જખૌમાં મત્સ્ય ઉદ્યોગની હાલત કફોડી, મોંઘવારીના લીધે મોટાભાગની બોટો કિનારે

જગતના તાત બાદ સાગરખેડુ પણ વિસામણમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે- જગતના તાત ખેતી માટે પાણીની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ ઘૂઘવતા મહાસાગરની વચ્ચે સાગરખેડુ મોંઘવારીની મારમા ફસાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રનું વેરાવળ બંદર 4500 કરતા પણ વધારે બોટ એકલા વેરાવળ બંદરથી માછીમારી કરવા માટે મધદરીયે જાય છે. માછીમારી સીઝન (Fishing business in Gujarat )પૂર્ણ થવાને હજુ 20 દિવસ કરતા વધુ સમય બાકી છે. તેમ છતાં વેરાવળ બંદર પરમાછીમારી કરતી બોટોનો જમાવડો જોવા મળી રહ્યો છે.આ દ્રશ્યો ચિંતિત કરી મૂકી તેવા છે. એટલા માટે કે માછીમારી ઉદ્યોગ માત્ર ગુજરાત નહીં પરંતુ કેન્દ્ર સરકારને પણ વિદેશી હૂંડિયામણ રળી આપે છે. આવી પરિસ્થિતિમાં માછીમારી ઉદ્યોગ પર પડેલો મોંઘવારીનો ફટકો કેન્દ્ર અને રાજ્ય સરકારના વિદેશી હૂંડિયામણ (Impact on foreign exchange )પર પણ અસર કરી શકે છે.

આ પણ વાંચોઃ Valsad fishermen: ડીઝલના ભાવો વધતા માછીમારની હાલત કફોડી, સબસિડી બાદ કરતાં પણ ડીઝલ મોંઘું

સતત વધી રહેલો ડીઝલનો ભાવ- ડીઝલના ભાવમાં સતત વધારો માછીમારોની કમર તોડવા માટે જાણે કે અપૂરતો હોય તેમ દરિયામાં માછીમારી કરતી વખતે પ્રતિ એક બોટ દીઠ બોટના માલિકને અંદાજે ચાર લાખથી લઈને પાંચ લાખ સુધીનો ખર્ચ આવતો હોય છે. આવી પરિસ્થિતીમાં માછીમારી માટે ગયેલી બોટ પંદર દિવસે વેરાવળ બંદરે પરત ફરે છે. પરંતુ તેમાં ખર્ચ નીકળે એટલી પણ માછલીઓ માછીમારી દરમિયાન મળતી નથી. જેને કારણે બોટના માલિકની સાથે માછીમારી વ્યવસાય (Fishing business in Gujarat) સાથે સંકળાયેલા માછીમારો પણ ખૂબ મુશ્કેલીમાં જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details