સોમનાથ : કોડીનાર નજીક વડનગર ગામમાં શ્વાનનું એક મંદિર આવેલું છે. અહીં શ્વાનની પૂજા અને તેની માનતા કરવામાં આવે છે. આ વાંચીને તમે ચોક્કસપણે ચોંકી ગયા હશો સનાતન ધર્મ સંસ્કૃતિમાં અનેક દેવી દેવતાઓની પૂજા થાય છે. જ્યારે જગતગુરુ દત્તાત્રેયના ગુરુ તરીકે પણ શ્વાનની આજે પણ પૂજા થાય છે, પરંતુ શ્વાનનું મંદિર હોય, ત્યાં તેની પૂજાની સાથે દર્શન અને માનતા કરવામાં આવતી હોય તેવું કદાચ સમગ્ર વિશ્વનું એકમાત્ર મંદિર હશે.
ભક્તોની મનોકામના પૂર્ણવડનગર ગામમાં આવેલા શ્વાનના મંદિરમાં વર્ષોથી લોકો પોતાની આસ્થા સાથે આવે છે. અહીં શ્વાન દેવતાની સાથે જાગબાઈ માતાજીના દર્શન કરીને તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે. દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે. તેવી ધાર્મિક આસ્થા સાથે આજે પણ મોટી સંખ્યામાં આસપાસના લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવી રહ્યા છે.
શ્વાન સાથે ઐતિહાસિક વડનગર નજીક ટેકરી પર આવેલું જાગબાઈ માતાજીનું મંદિરની સાથે શ્વાનની પૂજા થાય છે. તેની સાથે ઐતિહાસિક ઘટના જોડાયેલી છે. આ મામલે મંદિરના મહંત ઈશ્વર ભારતી જણાવે છે કે જાગબાઈ માતાજી પોતાનું દેણુ ચૂકતે નહીં કરી શકતા તેના બદલામાં તેમની પાસે રહેલો શ્વાન ઠેકેદારને દેણું પરત આપે ત્યાં સુધી મોકલવામાં આવ્યો હતો. અચાનક એક દિવસ ઠેકેદારને ત્યાં ચોરી થઈ શ્વાને એ ચોરને પકડી પાડ્યા અને તે જોઈને ઠેકેદારે જાગબાઈ માતાજીનું દેણું માફ કરીને શ્વાનને પરત માતાજી પાસે મોકલ્યો.