ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ અને ડોળાસામાં કોરોના રસીકરણનો પ્રારંભ - જૂનાગઢનાં સમાચાર

ગીર સોમનાથ જિલ્લામાં આજે કોરોના રસીકરણ મહાઅભિયાનનો વેરાવળ અને ડોળાસા માં પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ પ્રધાન જશાભાઇ બારડે હાજર રહીને કોરોના વોરિયર્સ ને રસીકરણ માટે આગળ આવવા બદલ બિરદાવ્યા હતા.

ગીર સોમનાથ જીલ્લાનાં વેરાવળ અને ડોળાસા માં કોરોના રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ
ગીર સોમનાથ જીલ્લાનાં વેરાવળ અને ડોળાસા માં કોરોના રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ

By

Published : Jan 16, 2021, 4:49 PM IST

  • ગીર સોમનાથ જિલ્લામાં કોરોના રસીકરણ મહા અભિયાનનો પ્રારંભ
  • પ્રથમ તબક્કામાં કોરોના યોધ્ધાઓ ને રસીકરણ નીચે આવરી લેવાનો કાર્યક્રમ
  • જિલ્લામાં ડોળાસા અને વેરાવળ ખાતે રસીકરણ કેન્દ્ર શરૂ કરાયા

જૂનાગઢ: છેલ્લા એક વર્ષ થી માનવ જાતિ માટે વિનાશ બનેલા કોરોના નો ખાત્મો કરવા ભારતીય વૈજ્ઞાનિકો એ આખરે રસી બનાવી લીધી છે. જેનું નામ કોવી શિલ્ડ આપવામાં આવ્યું છે. અને આજે ગીર સોમનાથ ના ડોલાસા સીએસએસી કેન્દ્ર ખાતે પ્રથમ રસી નો ડોઝ આરોગ્ય કર્મી સંજય વાળા ને આપવામાં આવ્યો છે. જયારે ગીર સોમનાથ જિલ્લામાં હાલ પ્રમથ દિવસે વેરાવળ સિવિલ હોસ્પિટલ અને ડોલાસા સીએચસી કેન્દ્ર એમ બે કેન્દ્ર પર રસીનાં ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. માજી મંત્રી જશાભાઈ બારડ, કોડીનાર પાલિકા ના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન સહિત ના નેતાઓ હાજર રહયા હતા.

રસીકરણ બાદ 30 મિનિટ સુધી ઑબ્ઝર્વેશનમાં રખાયા

ગીર સોમનાથ મા હાલ 7400 થી વધુ ડોઝ આવી પહોંચ્યા છે. જેમાં આજે વેરાવળ 200 અને કોડીનાર 150 એમ કુલ 350 ડોઝ ઈણાજ ખાતે થી આવી પહોંચ્યા હતા. જેમાંથી ડોળશાનાં 90 આરોગ્ય અધિકારીઓ અને વેરાવળ ખાતે 110 આરોગ્ય અધિકારીઓને ડોઝ આપવાની શરૂઆત કરાઈ હતી. એટલે કે કુલ 200 આરોગ્ય કર્મીઓને ડોઝ આપવામાં આવશે. તેમજ આગામી દિવસો મા આરોગ્ય કર્મી ઓની બાદ ફ્રન્ટ લાઈન કર્મીઓ ને ડોઝ અપાશે. ડોલાસા આરોગ્ય કેન્દ્ર ખાતે સિંધાજ ગામે આરોગ્ય વિભાગમાં લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા સંજયભાઈ વાળાને પ્રથમ ડોઝ અપાયો હતો. જેમને ડોઝ અપાયા બાદ 30 મિનિટ સુધી ઑબ્ઝર્વેશનમાં રખાયા હતાં. જયારે બીજો ડોઝ ડો. હરકિશન બારડને આપવામાં આવ્યો હતો. બન્નેને ડોઝ આપ્યા બાદ 30 મિનિટ સુધી ઑબ્ઝર્વેશનમાં રખાયા હતા. જોકે ડોઝના 30 મિનિટ બાદ બંને આરોગ્ય કર્મીઓએ વાત કરતા જણાવ્યું હતું કે, વેકસિન સુરક્ષિત છે અને તેમને કોઈપણ જાતની આડઅસર નથી.

ABOUT THE AUTHOR

...view details