- સનવાવ ગામના ઉપસરપંચને એટ્રોસીટી ગુનામાં એક વર્ષની સજા
- અન્ય આરોપી સામે ગુનો સાબિત ન થતાં નિર્દોષ છોડી મુકાયા
- ઉપસરપંચને 1 વર્ષની સજા સાથે રૂપિયા 2 હજારનો દંડ ફટકાર્યો
ગીરસોમનાથ: ગીરગઢડા તાલુકાના સનવાવ ગામના ઉપસરપંચ તેમજ ત્રણ અજાણ્યા શખ્સોએ 5 વર્ષ પહેલા એક યુવાન, તેની પત્નિ અને બાળકોને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. જે અંગેની પરિવારે ગીરગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સેશન્સ કોર્ટે ઉપસરપંચને 1 વર્ષની સજા સાથે રૂપિયા 2 હજારનો દંડ ફટકાર્યો છે.
શું હતો સમગ્ર મામલો
સનવાવ ગામના ઉપસરપંચ ગોપાલ જીવાભાઇ બાંભણીયા તેમજ ત્રણ અજાણ્યા શખ્સોએ ગત તા. 31- 10- 2016ના રોજ દેવશી લખમણભાઇ પરમાર સાથે અપમાનજનક વર્તન કર્યું હતું. બાઇક પર લાકડીઓ સાથે આવીને અમારી સાથે કેમ બોલાચાલી કરો છો. તેમ કહીને દેવશીભાઇ તેમના પત્નિ વિમળાબેન ગ્રામ પંચાયતના સદસ્ય તથા બાળકોને જાહેરમાં ગાંળો આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.