- કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની કરાઈ વરણી
- ચેરમેન પદે સતત બીજી વખત સુભાષ ડોડીયાની બિનહરીફ વરણી
- વાઈસ ચેરમેન પદે ભીખા વાઢેળની સર્વાનુમતે વરણી કરાઈ
ગીર સોમનાથઃ જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવાના અધ્યક્ષસ્થાને માર્કેટિંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ હતી, જેમાં કોડીનાર માર્કેટિંગ યાર્ડના નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. યાર્ડમાં સુભાષ ડોડીયાને બીજી વખત ચેરમેન તો ભીખા વાઢેળને વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.
ચેરમેન પદે સતત બીજી વખત સુભાષ ડોડીયાની બિનહરીફ વરણી આ પણ વાંચો-અમદાવાદ ભાજપ પ્રમુખ તરીકે અમિત શાહની વરણી
માર્કેટિંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં લેવાયો નિર્ણય
કોરોના ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખી માર્કેટિંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. જોકે, કોઈ વ્યક્તિએ ફોર્મ ન ભરતા તમામ સભ્યોએ વર્તમાન પ્રમુખ સુભાષ ડોડીયામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ રીતે સુભાષ ડોડીયા બીજી વખત માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
માર્કેટિંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં લેવાયો નિર્ણય આ પણ વાંચો-નવસારી-વિજલપોર પાલિકાના કારોબારી પ્રમુખ અશ્વિન કાસુન્દ્રા અને બાંધકામ સમિતિ પ્રમુખ પદે જગદીશ મોદીની વરણી
ખેડૂતોના હિત માટે કાર્ય કરીશઃ ચેરમેન
માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન સુભાષ ડોડીયાએ જણાવ્યું હતું કે, મારા ઉપર મુકેલા વિશ્વાસને હું ટકાવી રાખીશ અને ખેડૂતોના હિતમાં સદાય કાર્ય કરતો રહીશ. આ સાથે જ ચેરમેને તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ચેરમેન પદ માટે અન્ય કોઈ ઉમેદવાર ઉભો ન થતા નવનિયુક્ત ચેરમેનનો રસ્તો સરળ બન્યો હતો.