- દર્દીના સગા વહાલાં અને દર્દીઓની સાંકળ બની સૌને હીમ્મત આપે છે
- આચાર્ય રમેશ રામે મહામારીમાં માનવતાનું ઊત્તમ ઊદાહરણ પુરૂ પાડ્યું
- આરોગ્ય વિભાગના ડોક્ટરો, દર્દીઓ તેમજ તેમના સ્વજનો તેમને બીરદાવ્યા
ગીર-સોમનાથ:જીલ્લાનું નાનકડું તાંતીવેલા ગામ આવેલું છે, જ્યાં સરકારી પ્રાથમીક શાળામાં રમેશ રામ આચાર્ય તરીકે બપોરના 1 વાગ્યા સુધી શાળામાં ફરજ બજાવે છે. બાકીના સમયમાં સરકારી કોવિડ હોસ્પીટલે પહોંચી જાય છે અને શિક્ષણ વિભાગમાંથી આરોગ્યની સેવામાં લાગી જાય છે.
આ પણ વાંચો:કોરોના મુક્ત દમણમાં 85 વિદ્યાર્થીઓ અને 4 પ્રોફેસરોનો અનોખો સેવાયજ્ઞ
નોકરી પુર્ણ કર્યા બાદ સેવા કાર્યમાં ફાળવે છે સમય
શિક્ષક રમેશ રામ કહે છે, નોકરી પુર્ણ કર્યા બાદ હું કોરોના સંક્રમિતોની સારવારમાં અને આરોગ્ય વિભાગને મદદ કરવાં અહિં આવું છુ. સૌએ પોતાથી બને તે રીતે આરોગ્ય વિભાગને મદદ રૂપ થવું જોઈએ. આ એક દર્દીની સેવા ભગવાનની સેવા સમાન છે. જે હું નિભાવી રહ્યો છું. તેઓ એક સ્વયં સેવક રૂપે દર્દીઓના સગા કે, જે હોસ્પટલ બહાર ચિંતીત બેઠા હોય તેમને આશ્વાસન આપે છે. સાથે દરેક દર્દીઓ પાસે જઈ તમને ગઈકાલ કરતાં આજે વધુ સારૂ છે, તેમ જણાવી દર્દીને જરૂરી ઊર્જાનો સંચાર કરાવે છે.