ગીર સોમનાથઃ જિલ્લાનાં કોડીનાર તાલુકના એક દરજી યુવાને કોરોનાની મહામારી સામે રક્ષણ આપતા 10 હજારથી વધુ માસ્ક બનાવી સમાજમાં નિઃશુલ્ક વિતરિત કર્યા હતા. હજુ 15 હજાર માસ્ક બનાવી નિઃશુલ્ક વિતરણ કરવાનો ઉદ્દેશ્ય કર્યો છે. આ એકલ વીરે અન્યને ઉદાહરણ પુરૂ પાડ્યું.
ગીર સોમનાથના દરજી યુવકની અનોખી સેવા, હજારો માસ્ક બનાવી તંત્ર અને સંસ્થાઓને નિઃશુલ્ક કર્યા અર્પણ આ યુવાનનો એકજ ઉદેશ્ય છે કે જયાં સુધી કોરોનાં કાબુમાં ન આવે ત્યાં સુધી સમગ્ર જિલ્લામાં એક એક વ્યક્તિ સુધી માસ્ક બનાવીને નિઃશુલ્ક વિતરિત કરવા અને રાષ્ટ્રીય ભાવના સાથે દેશની ખરા સમયે સેવા કરવી છે.
ગીર સોમનાથનાં કોડીનારનો આ સેવાભાવી યુવાન પોતે માસ્ક બનાવી નિઃશૂલ્ક વિતરણ કરે છે. લોકડાઉનનાં કારણે નાના માણસોને તકલીફ ન પડે તે માટે જુદી-જુદી સંસ્થાઓ સેવા કાર્ય કરવા માટે આગળ આવી છે. રહેઠાણ, ભોજન અને માસ્ક વિતરણ કરી સેવા યક્ષ કાર્યરત છે. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર શહેરનાં એક સેવાભાવી દરજી યુવાન દ્વારા પોતે માસ્ક બનાવી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગીર સોમનાથના દરજી યુવકની અનોખી સેવા, હજારો માસ્ક બનાવી તંત્ર અને સંસ્થાઓને નિઃશુલ્ક કર્યા અર્પણ ખરા સમયે આ સેવાભાવી યુવાને માનવતા દાખવી એકલવીરનું બિરૂદ પ્રાપ્ત કર્યું છે. કોડીનાર શહેરનો વતની આ દરજી યુવાન સિલાઈ કામ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે, "સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે ઝઝુમી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ભારત દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ ન વધે તે માટે લોકડાઉનની અમલવારી કરી છે.ત્યારે દિપક ચુડાસમા નામના આ દરજી યુવકે પોતાના ઉદ્દેશ્ય વિશે જણાવ્યું હતું કે, આપણા દેશને ખરા સમયે આપણાથી બને એટલી સેવા કરવાનો સમય છે. હું દરજીનો દીકરો છું. સિલાઈ કામ કરૂ છું. વર્તમાન સમયમાં લોકોને 20 થી 40 રૂપિયા એક માસ્કનાં ચૂકવવવા પડે છે. જે દરેકને પોષાય તેમ ન હોય માઁ હિંગળાજની કૃપાથી દરરોજ કાપડનાં 100 થી 200 માસ્ક બનાવું છું. તેનું ગામના ચોરા, શેરીમાં નિઃશુલ્ક વિતરણ કરૂ છું. ઉપરાંત જ્યારે હું જીવન જરૂરી ચીજ વસ્તુ લેવા જાવ છું ત્યારે પણ મારા ખિસ્સામાં થોડા માસ્ક લઈ જાવ છું અને વિતરણ કરૂ છું. લોકો મારા ઘરે આવીને માસ્ક લઇ જાય છે. છેલ્લા 10 દિવસથી માસ્ક બનાવવાનું શરૂ કર્યું હતું અને અત્યાર સુધી 10 હજારથી વધુ માસ્ક બનાવી તેનું વિતરણ કરી દીધું છે.
હું લોકડાઉન સુધી તેમજ જ્યા સુધી કોરોનાં વાઇરસ કંટ્રોલમાં નહિ આવે ત્યાં સુધી આ કાર્ય કરી સેવા કરવા માટે તત્પરતા દર્શાવુ છું. આ યુવાનની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે. છતાં 'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી' ઉક્તિ મુજબ તે માસ્ક બનાવી નિઃશુલ્ક વિતરણ કરવાનું કાર્ય જાળવી જ રાખ્યું છે. આ દરજી યુવાનની લગન અને કાર્યને વહીવટી તંત્ર અને શહેરના અગ્રણીઓ પણ બિરદાવી રહ્યા છે.