જૂનાગઢ: કેન્દ્રીય ગૃહપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપતા અમિત શાહે રવિવારે સોમેશ્વર (Amit Shah Somnath) મહાદેવના દર્શન કર્યા હતા. આ દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. તેમણે ભગવાન શિવના રુદ્ર અવતાર તરીકે ગણાતા હનુમાનજી મહારાજની પ્રતિમાનું સ્થાપન સોમનાથ દરિયા કિનારા પર કર્યું છે. આ સાથે સાથે રુદ્રીપાઠની શરૂઆત પણ તેમના હસ્તે કરવામાં આવી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ (Amit Shah Gujarat Visit) હાજર રહ્યા હતા
અમિત શાહે કર્યા સોમનાથ મહાદેવના દર્શન, યોજનાનો કરાયો શુભારંભ - Amit Shah Saurashtra Tour
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે ગુજરાતની (Amit Shah Somnath) મુલાકાતે આવ્યા હતા. અમિત શાહે ગુજરાત આવીને સૌ પ્રથમ સોમનાથ જ્યોર્તિલિંગમાં શીશ નમાવીને પોતાના રાજકીય કાર્યક્રમની શરૂઆત કરી હતી. સોમનાથમાં રૂદ્રીપાઠની શરૂઆત પણ એમના હસ્તે કરાવવામાં આવી હતી. સોમનાથ દર્શન કરીને તેઓ અમરેલીમાંં આયોજીત એક સંમેલનમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.
લાંબા સમય પછી મુલાકાતઃ પાછલા ઘણા સમયથી અમિત શાહ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ ઉત્સુક હતા. તે પ્રસંગે રવિવારે તેમનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો હતો. જે અંતર્ગત તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરીને મહાદેવની સોમેશ્વર મહાપૂજામાં ભાગ લીધો હતો. આ સાથે સાથે અમિત શાહે સોમનાથ મહાદેવ પર નૂતન ધજા રોહણ કરીને સોમનાથ મહાદેવ પ્રત્યે તેમની આસ્થા પ્રગટ કરી હતી. અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવાને લઈને ખૂબ ઉત્સુક જણાતા હતા. જે ઉત્સુકતા નો આજે મહાદેવના દર્શન સાથે અંત આવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મહાદેવની રુદ્રી માટેની કાયમી અને અલગ વ્યવસ્થા અમિત શાહના હસ્તે શુભ આરંભ કરવામાં આવ્યો છે.
ઓનલાઈન વ્યવસ્થાઃ દેવાધિદેવ મહાદેવની સાથે માતા પાર્વતીના વસ્ત્રો ભાવિકો ને પ્રસાદીના રૂપે અલગથી મળી રહે તે માટેની ઓનલાઈન વ્યવસ્થા પણ આગામી દિવસોમાં શરૂ થશે જેને કારણે માતા પાર્વતીના વસ્ત્રાલંકારના દર્શન અને તેને પ્રસાદી રૂપે પ્રત્યક્ષ ભક્તો ને મળી રહેશે વધુમાં સોમનાથ ટ્રસ્ટના નજીક આવેલા સમુદ્ર તટ પર નાના વેપારીઓ માટેની રોજગાર લક્ષી યોજનાની પણ શરૂઆત થઈ છે જેનો શુભારંભ પણ અમિત શાહ દ્વારા કરાયો હતો.