ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથઃ ઉના એસટી ડેપો દ્વારા ગ્રામ્ય રૂટ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં થઇ રાહત - una news

કોરોના કાળ વચ્ચે તૌકતે વાવાઝોડાના કારણે લોકોને ઘણું નુક્સાન થયું છે. ત્યારે અલગ-અલગ શહેરમાં તૌકતે વાવાઝોડાના કારણે રસ્તા બ્લોક થઇ ગયા હતા તેમજ વીજળી પણ બે-ત્રણ દિવસ સુધી જતી રહી હતી. ત્યારે ઉના તાલુકામાં રસ્તા બ્લોક થઇ જતા બસ સેવા બંધ થઇ હતી. જ્યારે રસ્તા પર પડેલા ઝાડને દૂર કરાતા ફરી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

ઉના એસટી ડેપો દ્વારા ગ્રામ્ય રૂટ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં રાહત થઇ
ઉના એસટી ડેપો દ્વારા ગ્રામ્ય રૂટ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં રાહત થઇ

By

Published : May 28, 2021, 1:09 PM IST

  • રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઇનનું પાલન કરતુ ઉના એસટી તંત્ર
  • ગીર સોમનાથ જિલ્લામાં વાહન વ્યવહાર હવે સંપૂર્ણપણે પૂર્વવત થયો છે
  • પડી ગયેલા ઝાડને તંત્ર દ્વારા તાત્કાલિક દુર કરવામાં આવ્યા

ગીર-સોમનાથઃ તૌકતે વાવાઝોડાની અસરના કારણે રસ્તા પર ઝાડ પડી ગયા હતા. જેના કારણે રસ્તાઓ બ્લોક થઇ ગયા હતા. આ પડી ગયેલા ઝાડને તંત્ર દ્વારા તાત્કાલિક દુર કરવામાં આવતા રસ્તાઓ ચાલુ થઈ જતા ગીર સોમનાથ જિલ્લામાં વાહન વ્યવહાર હવે સંપૂર્ણપણે પૂર્વવત થઇ ગયો છે.

આ પણ વાંચોઃગીર-સોમનાથમાં વીજ પૂન: સ્થાપિતની કામગીરી ચાલી રહી છે પૂર જોશમાં

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ એસટીની સેવા ચાલુ છે

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ એસટીની સેવા ચાલુ છે. વાવાઝોડાની અસરના લીધે જે રસ્તાઓ બંધ હતા, તે બે દિવસમાં શરૂ થઈ ગયા હતા. તે પ્રમાણે ઉના એસટી વિભાગ દ્વારા પણ કોરોનાની હાલની ગાઈડલાઈન પ્રમાણે જે 16 રૂટ પ્રભાવિત થયા હતા. તે બે દિવસમાં જ શરૂ કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃભાવનગરમાં ધરાશાયી થયેલા વૃક્ષો અંગેનો કોઈ હિસાબ નથી

વાવાઝોડા અને વરસાદના કારણે કોઈ રૂટ બંધ નથી

ઉના એસટી ડેપોના અધિકારીએ જણાવ્યું હતું કે, ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને એસટી પ્રવાસીઓ લાભ લઇ રહ્યા છે. હવે વાવાઝોડા અને વરસાદના કારણે કોઈ રૂટ બંધ નથી.

ABOUT THE AUTHOR

...view details