- ઉનામાં લગ્નોત્સુક યુવાન લુંટાય તે પહેલા જ લૂટેરી દુલ્હન જેલમાં
- લગ્ન સમયે જ વરરાજાને જાણ થતાં પોલીસ બોલાવી પકડાવી દીધી
- પોલીસે લૂંટરી દુલહન સહિત ગેંગ ના 09 શખ્સો ની કરી ધરપકડ
ગીર સોમનાથ : ઉનામાં તાલુકાના નાળિયેરી મોલી ગામે રહેતા રમેશ રાખોલિયાના એકના એક પુત્ર હિતેશના લગ્ન કરાવવાના હોવાથી તેમને બાજુના કાકડીમોલી ગામે રહેતા વિનુ રાઠોડને વાત કરી હતી. આથી વિનુએ કન્યા રાજકોટ હોવાથી ત્યાં જવું પડશે એમ જણાવ્યું હતું. જે કારણે હિતેશ, તેનો મિત્ર પરેશ રામાણી અને વચેટિયો વિનુ સહિતના લોકો રાજકોટ ગયા હતા. જ્યાં સપના કોસિયા નામની યુવતી સાથે હિતેશની મુલાકાત કરાવવામાં આવી હતી. હિતેશ અને સપનાએ વાતો કરીને એકબીજાને પસંદ પણ કર્યા હતા. સગાઇ નક્કી કરવાની વાત આવી, ત્યારે સપનાની સાથે રહેતી જૂનાગઢની યુવતી કાજલ પરેશ હિરપરાએ લેવડ દેવડની વાત કરી હતી.
ઉના કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી થયું હતું
સપનાના લગ્નની ખરીદી માટે રૂપિયા માંગતાં હિતેશે રૂપિયા 20 હજાર રોકડા અને ખરીદી માટે કુલ રૂપિયા 41 હજાર રોકડા આપ્યા હતા. લગ્ન બાદ રૂપિયા 2 લાખ રોકડા આપવાના અને કન્યાના દાગીના પણ બનાવી આપવાનું નક્કી થયું હતું. વરરાજા હિતેશ પણ કન્યાપક્ષની વાતમાં સહમત થયો હતો. જે બાગ 21 જૂનના રોજ કન્યા પક્ષના લોકો ઉના આવીને કોર્ટમાં લગ્ન કરશે, તેવું નક્કી થયું હતું. જે બાદ શનિવારના રોજ કન્યા સહિત તેમના મળતિયા કારમાં ઉના પહોંચ્યા હતા. કારનું રૂપિયા 5,500 ભાડું પણ વરરાજાએ ચૂકવવાનું કહેતાં ભાડું પણ વરરાજાએ ચૂકવી આપ્યું હતું. જે બાદમાં હિતેશભાઇ અને તેમના પરિવારજનો તેમના વકીલની ઓફિસે ગયા હતા. વકીલને વાત કરતા વકીલે કન્યાના આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જે સપનાએ આપ્યા હતા.