ગુજરાત

gujarat

ETV Bharat / state

દરિયાઈ તોફાનો, લોકડાઉન અને હવે વધી રહેલાં ડીઝલના ભાવથી માછીમારી ઉદ્યોગ મૃતપાય થયો - કોરોના લૉકડાઉન

ડીઝલના વધતા જતાં ભાવ, ઘટતી સબસીડી અને કુદરતી આપત્તિઓ વચ્ચે ઝઝૂમતો માછીમારી ઉદ્યોગ ભારે આર્થિક હાલાકીનો સામનો કરી રહ્યો છે. ગુજરાતના સૌથી મોટા માછીમારી બંદર વેરાવળમાં માછીમારો છેલ્લાં 2 વર્ષથી આવી રહેલી મુશ્કેલીઓ અને હવે ડીઝલના વધેલા ભાવના કારણે દેવાદાર બનવાની સ્થિતિમાં મૂકાયાં છે.

દરિયાઈ તોફાનો, લોકડાઉન અને હવે વધી રહેલાં ડીઝલના ભાવથી માછીમારી ઉદ્યોગ મૃતપાય થયો
દરિયાઈ તોફાનો, લોકડાઉન અને હવે વધી રહેલાં ડીઝલના ભાવથી માછીમારી ઉદ્યોગ મૃતપાય થયો

By

Published : Jun 27, 2020, 5:02 PM IST

વેરાવળઃ ભૂતકાળમાં કેન્દ્ર સરકાર દ્વારા માછીમારોને ડીઝલમાં એક્સાઇઝ ડ્યૂટી માફ કરવામાં આવતી હતી જે હવે નથી આપવામાં આવતી, સાથે જ રાજ્યસરકાર દ્વારા માછીમારોને ડીઝલ પર લેવાતો સંપૂર્ણ વેટ ટેક્સ રીફંડ કરવામાં આવતો જેની હવે મહત્તમ સીમા 15 રૂપિયા કરવામાં આવી છે.

સાથે જ સબસિડી માત્ર 21000 લીટર ડીઝલ પર મળે છે. જ્યારે 9 મહિનાની માછીમારી સીઝન દરમિયાન માછીમારોને તેનાથી બમણું ડીઝલ વપરાતું હોય છે. ત્યારે માછીમાર સંગઠનો ઘણા સમયથી કેન્દ્ર સરકારને ફરી એક્સાઇઝ ડ્યૂટી રદ કરવા અને રાજ્ય સરકારને સબસિડીમાં મળતા ડીઝલનો ક્વોટા વધારવા માટે વિનંતી કરી રહ્યાં છે.

દરિયાઈ તોફાનો, લોકડાઉન અને હવે વધી રહેલાં ડીઝલના ભાવથી માછીમારી ઉદ્યોગ મૃતપાય થયો
ઇટીવી સામે માછીમારોની વ્યથા જણાવતા વેરાવળ બંદર બોટ એસોસિએશનના પ્રમુખ અને માછીમાર અગ્રણી તુલસી ગોહેલે જણાવ્યું કે, "કેન્દ્ર સરકારને એક્સાઇઝ ડ્યૂટીમાંથી માછીમારોને મુક્તિ આપવા અને રાજ્યસરકારને પૂરો વેટ રિફંડ કરવા તેમ જ માછીમારોને સબસિડીમાં અપાતાં ડીઝલનો ક્વોટા 21000 લીટરનો ક્વોટા વધારવા વિનંતી કરી છે. માછીમારોને ડીઝલનો ભાવ 80 નજીક પહોંચતાં ખૂબ નુકસાન વેઠવું પડશે."ગયા વર્ષે ગીરસોમનાથમાં વાયુ, મહા,અને ક્યારે નામના વાવાઝોડાંએ માછીમારીની સીઝન નિષફળ બનાવી હતી અને ચાલુ વર્ષે જૂનમાં પુરી થનારી માછીમારીની સીઝન કોરોનાના લોકડાઉનમાં માર્ચ મહિનામાં જ બંધ થઈ હતી. અને હવે જ્યારે સીઝન ખુલશે ત્યારે માછીમારોને ડીઝલના 80 જેટલા મોંઘા ભાવ નહીં પોસાય અને આ ઉદ્યોગ મૃતપાય થઈ શકે છે. માછીમારી વ્યવસાય પર ગુજરાત અને દેશના લાખો લોકો નભે છે. ત્યારે માછીમાર અગ્રણીઓના મત મુજબ પ્રતિ દિન દેશમાં થઈ રહેલાં ડીઝલના ભાવવધારાએ માછીમારી ઉદ્યોગની કમર તોડી નાખી છે. જો સરકાર વહેલી તકે યોગ્ય ન કરે તો ઉદ્યોગ પડી ભાંગવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details