ગુજરાત

gujarat

ETV Bharat / state

વેરાવળની કોવીડ-19 હોસ્પિટલમાં કોડીનારના બે દર્દીના મૃત્યુ - કોરોના વાઇરસ

વેરાવળની કોવિડ-19 હોસ્પિટલમાં કોડીનારના બે દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાં 1 દર્દી ડાયાબિટીસની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતાં. બન્નેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી થઈ શકશે કે, તેઓના મૃત્યુ કોરોનાના કારણે થયા છે કે કેમ?

gir somnath
વેરાવળની કોવીડ-19 હોસ્પિટલમાં કોડીનારના બે દર્દીના મૃત્યુ

By

Published : Jul 5, 2020, 5:23 PM IST

ગીરસોમનાથ: જિલ્લાના વેરાવળની કોવિડ-19 હોસ્પિટલમાં કોડીનારના બે દર્દી કમરૂદીન લાલાણી અને ફાતિમાબેન કોરોના પોઝિટિવ હતા જોકે એમાંના 1 દર્દીને ડાયાબિટીસની ગંભીર બીમારી હતી . બન્નેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ નક્કી કરવામાં આવશે. તેઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે કે, કેમ.

જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચેતન મહેતાએ જણાવ્યું કે, એક દર્દીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને બીજા દર્દીનો સેમ્પલ જૂનાગઢ મોકલવામાં આવ્યું હતું. બન્ને દર્દીના મૃત્યુ કેમ થયા તે માટે ડોક્ટરની પેનલ દ્વારા આરોગ્ય વિભાગની કમિટી દ્વારા નક્કી કર્યા બાદ જાણ કરાશે. જિલ્લામાં સ્થાનિક કોરોના સંક્રમણમાં વધારો હોવાથી જેથી ઘરમાં રહો સુરક્ષિત રહો તેવી વિનંતી કરેલ છે.

સિવિલ હોસ્પિટલમાં વેરાવળમાં એક 55 વર્ષ સ્ત્રી કોરોના પોઝિટિવ હતા અને સારવાર ચાલુ હતી અને બીજો 77 વર્ષ પુરુષ કે, જેમનો કોરોના રિપોર્ટ આવાનો બાકી છે તેમને ડાયાબિટીસની બીમારી છે. આ મોતનું કારણ ડેથ ઓડિટ કમિટી દ્વારા જાણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details