- સીએચસી કેન્દ્રમાં સાધનો વસાવવા અને દવાઓ ખરીદવા ફાળવ્યા
- 100 બેડની સુવિધાવાળી વેરાવળમાં એકમાત્ર સરકારી કોવિડ હોસ્પિટલ કાર્યરત
- દવાઓ માટે કુલ રૂપિયા 24 લાખની ધારાસભ્ય ફંડમાંથી ફાળવણી કરી
ગીર સોમનાથઃ જિલ્લાની બાર લાખથી વધુની વસતિ માટે 100 બેડની સુવિધાવાળી વેરાવળમાં એકમાત્ર સરકારી કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં પણ સારવાર માટે જરૂરી સુવિધાની અછત છે. જિલ્લાના મોટાભાગના સીએચસી કે પીએચસી કેન્દ્રોમાં કોરોનાની સારવાર લોકોને મળી રહી નથી. જેની પાછળ પુરતા સંસાધનો અને સુવિધા ન હોવાનું જાણવા મળ્યું છે. એવા સમયે જિલ્લામાં કોંગ્રેસના બે લોકપ્રતિનિધિઓએ પોતાને મળતી ગ્રાંટો આરોગ્ય સુવિધા પુરી પાડવા પહેલ કરી છે. જેમાં તાલાલાના કોંગી ઘારાસભ્ય ભગવાનભાઇ બારડે પોતાના મતવિસ્તાર હેઠળ આવતા સુત્રાપાડા અને તાલાલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે જરૂરી ઓક્સિજન કોન્સનટ્રેટર નંગ - 15, ઓક્સિજન સિલીન્ડર જમ્બો નંગ - 35, એનઆરબી માસ્ક-200, ઓક્સિજન ફલો મીટર -35, વ્હીલચેર - 12, સ્ટ્રેચર - 4, કેશકાર્ટ ટ્રોલી - 2 તથા દવાઓ માટે કુલ રૂપિયા 24 લાખની ધારાસભ્ય ફંડમાંથી ફાળવણી કરી છે. આ અંગે જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખી જરૂરી કાર્યવાહી કરી સત્વરે સાધન-સામગ્રી ઉપલબ્ઘ કરાવવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃમોરબીના ઉદ્યોગપતિ દર્દીના વ્હારે આવ્યાં, સારવાર માટે મંગાવ્યા ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન