વેરાવળઃ એક તરફ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે બીજી તરફ ગીરસોમનાથના વેરાવળના વધુ ત્રણ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો છે. વેરાવળના ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થતા સોમનાથ લીલાવતી કોવિડ કેર સેન્ટર ખાતેથી રજા અપાઇ હતી.
સમગ્ર વિશ્વ કોરોના વાઇરસથી પ્રભાવિત થયું છે. સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવિડ-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લોકોએ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત છે. કોરોના વાઇરસમાંથી દર્દીઓ દિન પ્રતિદિન સ્વસ્થ થઈ રહ્યાં છે. જેના પરીણામે આજે વેરાવળના ત્રણ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરી કોરોનામુક્ત થતા લીલીવતી કોવિડ કેર સેન્ટર, સોમનાથ ખાતેથી રજા આપવામાં આવી હતી.