- વેરાવળની સામાજિક સંસ્થાનું ઉમદા કાર્ય
- માનસિક અસ્થિર યુવકના પરિવાર સાથે મેળાપ કરાવ્યો
- નવ મહિનાથી રાખી રહ્યાં હતાં સારસંભાળ
ગીરસોમનાથઃ નવ માસ પૂર્વે બિહારથી ગુમ થઇ સોમનાથ પહોચેલા યુવકનો વેરાવળની ( Veraval ) સંસ્થાએ તેમના પરિવાર સાથે મિલન ( Reunited with family ) કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયાં હતાં. નવ મહિને પુત્રને મળતાં માતાની આંખોમાંથી હરખના આંસુ વહેવા લાગતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયાં હતાં. વેરાવળની નિરાધારનો આધાર સંસ્થા નવ માસથી Mentally unstable બિહારી યુવકને આશરો આપી સારવાર કરાવી પરિવારની માફક સારસંભાળ રાખી રહ્યો હતો. સંસ્થાએ યુવકના ફોટો સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કર્યાં હતાં જેને પગલે પરિવારમિલન શક્ય બન્યું હતું. પુત્રને મળતાં જ માતાની આંખોમાંથી વહેતાં આંસુઓથી સૌ કોઇ ભીંજાયાં હતાં.
સારવારથી સુધરી યુવકની હાલત
નિરાધારનો આધાર સંસ્થાના પ્રતિનિધિ ધ્રુવ સોલંકીએ જણાવ્યું કે બિહારના મઘુબની જિલ્લાના નારહિયા ગામમાં રહેતો 29 વર્ષીય રાજેશ રાય નામનો માનસિક અસ્થિર ( Mentally unstable ) યુવાન નવેક માસ અગાઉ કોઇપણ સમયે પોતાના ઘરેથી ગુમ થયો હતો. બાદમાં માનસિક અસ્થિર યુવક રાજેશ સોમનાથ પહોંચી ગયો હતો. અહીં યાત્રાઘામમાં રખડી ભટકી રહેલો હોવાથી સંસ્થાને જાણ થતા અમો તેને અમારા ( Veraval ) હાઇવે પર ડોરી ટોલબુથ ખાતેના આશ્રમ ખાતે લઇ આવી આશરો આપ્યો હતો. યુવકની સારસંભાળ કરી પરિવારની માફક પ્રેમ, લાગણી અને હૂંફ આપવાની સાથે સારવાર કરાવવામાં આવી હતી. જેના પગલે યુવકની સ્થિતિ સુધરી હતી.