ગુજરાત

gujarat

ETV Bharat / state

World Record in Swimming : મુંબઈનો યુવક દરિયાઈ માર્ગે 30 કિમી અંતર કાપી પહોંચ્યો સોમનાથ મહાદેવ, ઝૂકાવ્યું શિશ - Boy Reach Somnath Temple by Sea

સ્‍વીમીંગમાં અનેક રેકોર્ડ સ્‍થાપીત (World Record in Swimming) કરનાર મુંબઇના મેરેથોન સ્‍વીમર પ્રભાત રાજુ કોળીએ ગીર સોમનાથ દરિયાઈ માર્ગે (Gir Somnath by Sea) 30 કિમીનું અંતર કાપીને સોમનાથ મહાદેવને શિશ ઝૂકાવી સિદ્ધિ હાંસલ કરી છે. સોમનાથ ચોપાટીએ પહોંચતા જ સાંસદ તેમજ સ્‍થાનિક ભિડીયા કોળી સમાજના આગેવાનોએ સ્‍વીમરનું હરખભેર સ્‍વાગત કર્યુ હતું.

World Record in Swimming : મુંબઇના યુવાને દરીયાના મોજા સાથે બાથ ભીડીને સોમનાથ મહાદેવને ઝુકાવ્‍યુ શીશ
World Record in Swimming : મુંબઇના યુવાને દરીયાના મોજા સાથે બાથ ભીડીને સોમનાથ મહાદેવને ઝુકાવ્‍યુ શીશ

By

Published : Mar 14, 2022, 10:21 AM IST

Updated : Mar 14, 2022, 1:16 PM IST

ગીર સોમનાથ : સોમનાથ મહાદેવ મંદિરે અલગ અલગ રીતે લોકો મહાદેવના (Somnath Temple, a youth from Mumbai) દર્શનાર્થે આવતા હોય છે. જેમાં કોઈ પગપાળા કરીને આવે તો કોઇ દંડવત કરીને મહાદેવને શીશ ઝુકાવી દર્શન કરતા હોય છે. પરંતુ મુંબઇના રહેવાસી માછીમાર કોળી સમાજના મેરેથોન ઓપન વોટર સ્‍વીમર પ્રભાત રાજુ સ્‍વીંમીગ ક્ષેત્રે અનેક સિદ્ધિ હાંસલ કર્યા કરી છે. પ્રભાત રાજુ કોળીએ પિતાનું સમુદ્ર માર્ગે સોમનાથ આવી મહાદેવના દર્શન કરવાનું સપનુ પુરૂ કરી બતાવ્‍યું છે.

મુંબઇના યુવાને દરીયાના મોજા સાથે બાથ ભીડીને સોમનાથ મહાદેવને ઝુકાવ્‍યુ શીશ

મોજા સાથે બાથ ભીડીને 30 કિમીનું અંતર કાપ્યું -ગીર સોમનાથ જીલ્‍લા સુત્રાપાડાના ધામળેજ બંદરેથી પ્રભાત કોળીએ વ્‍હેલીસવારે 5 વાગ્‍યે દરીયામાં (Gir Somnath by Sea) કુદીને મોજા સાથે બાથ ભિડીને સ્‍વીમીંગ કરતા કરતા 30 કીમીનું અંતર કાપી સોમનાથ ચોપાટીએ પહોચ્‍યો હતો. જયારે તેની સાથેના અન્‍ય એક યુવાન નિહાર પાટીલએ 21 કીમીનું અંતર કાપી સોમનાથ પહોચ્‍યો હતો. ત્‍યારે સાંસદ રાજેશ ચુડાસમા સહિત ભિડીયા કોળી સમાજ અને વેરાવળ ખારવા સમાજના જગદીશ ફોફંડી, લખમ ભેંસલા તથા અગ્રણીઓએ સ્‍વીમર પ્રભાતનું હારતોરા સાથે સન્માન કર્યું હતું.

આ પણ વાંચો :0.5 સેકન્ડની ઝપડથી 150 જેટલા નંબરનો સરવાળો કરનાર બાળક કોણ છે? જાણો વિગતવાર...

3 વિશ્વ રેકોર્ડ પણ અંકિત છે -જુનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે પ્રભાતે તેમના પિતાનું સપનું પુરુ કરવા 30 કિમી દરિયાઈ માર્ગ 5 કલાકમાં કાપી સોમનાથ ચોપાટીએ પહોચ્‍યો હતો. અત્‍યાર સુઘીમાં સ્‍વીમર પ્રભાત રાજુએ (World Record in Swimming) વર્લ્ડ ઓપન વોટર સ્વીમીંગ એસોસિએશન કેલિફોર્નિયા, USA દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં 6 મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરેલી છે. જેમાંથી 3 વિશ્વ રેકોર્ડ પણ તેણે પોતાના નામે અંકિત કર્યા છે. ભારતભરમાંથી પ્રભાત રાજુ કોળી એક માત્ર એવો તરવૈયો છે કે જેણે ઓપન વોટર સ્વીમીંગ કેપ લોંગ ડિસ્ટન્સ સ્વીમીંગ એસોસિએશન સાઉથ આફ્રિકા દ્વારા સૂવર્ણપદક પ્રાપ્‍ત કરેલો છે.

આ પણ વાંચો :Jamnagar Hanuman Temple: 2 વખત વર્લ્ડ રેકોર્ડ બનાવનારું જામનગરનું બાલા હનુમાન મંદિર બનશે ગુજરાતનું સૌપ્રથમ મંત્ર મંદિર, જાણો શા માટે

"નાની ઉંમરમાં ત્રીપલ તાજ મેળવનારો તરવૈયો" -વધુમાં જણાવ્યું હતું કે, એશિયા ખંડનો સૌથી નાની ઉંમરનો ટ્રીપલ તાજ મેળવનારો તરવૈયો છે. તેને જર્સી આઇલેન્ડ અને ઓનાકાયા આયર્લેન્ડથી મેઇનલેન્ડ સાંટા બાર્બરા સુધી તરવામાં સફળતા મેળવી છે. પ્રભાત રાજુ કોળી લીમકા બુક અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાની પ્રતિભા અંકિત કરાવી ચુક્યો છે. ત્યારે આ તમામ સિદ્ધિઓ બાદ પ્રભાતના પિતા અને પ્રભાતનું સપનું હતું કે, પ્રભાત સોમનાથ મહાદેવના દર્શન (Boy Reach Somnath Temple by Sea) સમુદ્ર માર્ગે આવીને કરી બતાવ્યુ છે.

Last Updated : Mar 14, 2022, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details