ગુજરાત

gujarat

ETV Bharat / state

વેરાવળ રોટરી ક્લબને સામાજીક કાર્યો બદલ આંતરરાષ્ટ્રીય સ્‍તરના ત્રણ એવોર્ડ મળ્યા - એવોર્ડ ન્યૂઝ

વેરાવળની રોટરી ક્લબે કોરોના દરમિયાન સામાજીક જવાબદારી સાથે કરેલી કામગીરીને ધ્યાને લઇ આંતરરાષ્ટ્રીય સ્‍તરના ત્રણ એવોર્ડ મેળવેલા છે.

કોરોના મહામારીમાં કરેલાં સેવાકીય કામોને ધ્યાને લઇ એવોર્ડ મળ્યા
કોરોના મહામારીમાં કરેલાં સેવાકીય કામોને ધ્યાને લઇ એવોર્ડ મળ્યા

By

Published : Mar 17, 2021, 7:41 PM IST

  • રોટરી ક્લબની નોંધપાત્ર કામગીરી
  • રોટરી ક્લબને સામાજીક કાર્યો બદલ આંતરરાષ્ટ્રીય સ્‍તરના ત્રણ એવોર્ડ એનાયત કરાયા
  • કોરોના મહામારીમાં કરેલાં સેવાકીય કામોને ધ્યાને લઇ એવોર્ડ મળ્યા
  • યુવાઓ અને બાળકો માટે પણ અન્ય ક્લબની શરૂઆત થશે

ગીર સોમનાથ: જિલ્લામાં વેરાવળ રોટરી ક્લબની સ્થાપના તા.27-01-1961ના રોજ થયેલી અને રોટરી ક્લબ સામાજીક જવાબદારી સમજીને સમયે-સમયે જરૂરી કાર્યક્રમો વેરાવળ શહેર માટે કરી રહ્યા છે. જેમાં ગયા વર્ષે 2019-20માં પણ કોવિડ-19ની પરિસ્થિતિમાં ઓનલાઇન કોવિડ અવેરનેસ ફોર એલડર પ્રોજેકટ, ઓનલાઇન ટીચર ટ્રેનીંગ પ્રોજેકટ, ફુડ પેકેટ વિતરણ, પોલીસ સ્ટાફને રાત્રીના સમયે માસ્ક તથા ફુડ પેકેટ વિતરણ, ગ્રોસરી શોપની બહાર સર્કલ કરીને સોશિયલ ડિસ્ટન્સ પ્રોજેકટ, શહેરના કોવિડ સેન્ટરોમાં PPE કીટનું વિતરણ કરેલું હતું.

આ પણ વાંચો:રોટરી ક્લબ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

મહત્વપૂર્ણ ત્રણ એવોર્ડ એનાયત થયા

રોટરી ડિસ્ટ્રીકટ 3060ના ગવર્નર દ્વારા વેરાવળ રોટરી ક્લબ 2019-20ની આ તમામ કામગીરીને ધ્યાને લઇ પ્રમુખ જનક સોમૈયા, સેક્રેટરી ભગવાન સોનૈયા તથા તેમની ટીમને ત્રણ એવોડૅથી સન્માનિત કરાયેલા છે.

(1) રોટરી સાયટેશન (ઇન્ટર નેશનલ એવોડૅ પ્લેટીનમ કેટેગરી)

(2) રોટરી મેમ્બરશીપ અવોડૅ (ગોલ્ડ કેટેગરી)

(3) રોટરી એવોડૅ ઓફ ઇન્ડીયન લિટ્રેસી મીશન (બ્રોનઝ કેટેગરી)

વેરાવળ રોટરી ક્લબના ભુતપુર્વ પ્રમુખ ડો.કુમુદ ફીચડીયા, જીતેન્દ્ર મહેતા, ભરતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ આ વર્ષે યુવાઓ માટે રોટરેકટ ક્લબ તેમજ બાળકો માટે ઇનટ્રેક ક્લબની પણ સ્થાપના કરવામાં આવનારી હોવાનું સેક્રેટરી ભગવાન સોનૈયાએ એક યાદીમાં જણાવેલું છે.

આ પણ વાંચો:રોટરી ક્લબ ઓફ પોરબંદરે 100 દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું કર્યું વિતરણ

ABOUT THE AUTHOR

...view details