- સોમનાથ જવા માટેનો ઉત્તમ સમય
- ડિસેમ્બરની રજાઓમાં ટ્રસ્ટે જાહેર કર્યા ડિસ્કાઉન્ટ
- ટ્રસ્ટના અતિથિગૃહોના 400 રૂમોમાં મળશે ડિસ્કાઉન્ટ
ગીર સોમનાથ : મહામારી બાદ પ્રવાસન સ્થળો સુમસામ ભાસી રહ્યા છે. તેમજ સ્થાનિક રોજગારી અને નાનાં મોટા ધંધાર્થીઓ નિરાશ થયા છે. ત્યારે આગામી નાતાલની રજાઓમાં આરોગ્યના નિયમો સાથે સોમનાથ તીર્થ ફરી ધમધમે અને સ્થાનિકોને રોજગારીમાં મદદરૂપ થવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્રારા અધ્યતન અને લક્ઝરી એવા સાગર દર્શન લીલાવતી તેમજ મહેશ્વરી ગેસ્ટ હાઊસ સહિતમાં 15 થી 25 ટકા ડિસ્કાઊન્ટ જાહેર કરાયું છે.
સોમનાથ જવા માટેનો ઉત્તમ સમય, ટ્રસ્ટના અતિથિગૃહોમાં અપાયું 25 ટકા ડિસ્કાઉન્ટ 15 ડીસેમ્બર થી 1 જાન્યુઆરી સુધી ભાવિકોને લાભ
આ ડિસ્કાઉન્ટ તા.15 ડીસેમ્બર થી 1 જાન્યુઆરી સુધી ભાવિકોને લાભ અપાશે. જેમાં સોમનાથ ટ્રસ્ટના 4 જેટલા અતિથિગૃહોના 400 જેટલા રૂમોને આવરી લેવાયા છે. જેમાં નોન એસી રૂમ પર 15 ટકા, એસી અને ડિલક્સ રૂમ પર 20 ટકા અને લકઝરી અને સ્યુટ રૂમ પર 25 ટકા ડિસ્કાઉન્ટ અપાયું છે. મહામારી બાદ ટુરિસ્ટ સ્થાનો અને યાત્રાધામોમાં લોકો ઓછા આવતાં હોય ત્યારે ડિસેમ્બર નાતાલની રજાઓમાં લોકો વધુ આવે તે માટે ખાસ ઓફર અપાશે. 15 ડિસેમ્બરથી,1 જાન્યુઆરી સુધી નોનએસી 638 રૂપિયામાં. એસીરૂમ 800 રૂપિયામાં યાત્રીકોને અપાશે. 400 રૂમો હોય જેમા ઓનલાઈન અને ઓફલાઈન બુકીંગ કરી શકાશે.